પૂરા સોળ મહિના બંધ રહ્યો
વાંકાનેર: આજે રાતીદેવળી-પંચાસર બાયપાસ રોડ પર મચ્છુ નદી પર આવેલનું રીપેરીંગ કામ થઈ જતા તા: 26/7/2026 ના તૂટેલા આ પુલને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે પુનઃ ખુલ્લો મુક્યો છે. એ સમયે મોં મીઠા કરવામાં આવેલ હતાં . જેથી વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોને આવવા જવા માટે હવે ખુબજ સરળ બનશે તેમજ વાંકાનેર શહેરમાં ટ્રાફિકનો પ્રશ્નો હલ થશે.


ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2024 માં પુલનો એક ગાળો તૂટી પડતા પુલ બંધ થયો હતો, જેથી ભારે વાહનોને ફરજીયાત વાંકાનેર શહેરમાંથી અવન-જવન કરવી પડતી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા હવે આ સમસ્યામાંથી છુટકારો મળશે…

