દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા ભરેલ પગલું
મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ ન સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ઉચ્ચારી હતી જો કે પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી આજથી માલ ઉપડવાનું અને ઉતારવાનું બંધ કરેલ છે.
મોરબી જીલ્લા સંગઠનના પ્રમુખ કમલેશભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, કમીશન પેટે ૨૦ હજાર તથા એક કિલો ગ્રામ ઘટ આપવી સહિતના મુદ્દા ઉપર રાજ્ય સંગઠનની બેઠકમા સર્વનુમતે નિર્ણય કર્યો હતો કે, પડતર પ્રશ્નો ઉકેલાતા નથી
જેથી ૧ સપ્ટેમ્બરથી સસ્તા અનાજની દુકાનો રાશન જથ્થો ઉપાડશે નહીં તો પણ સરકારે હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ કરેલ નથી જેથી કરીને આજથી દુકાનદારોએ માલ ઉપડવાનું અને ઉતારવાનું બંધ કરેલ છે આ મહિનામાં સાતમ આઠમના તહેવારો છે ત્યારે સરકાર દ્વારા લોકોના હિતને ધ્યાને રાખીને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે નહીં તો જરૂરીયાતમંદ પરિવારોને હેરાન પરેશાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ