કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અકસ્માતમાં વિવેકાનંદ સોસાયટીનું રાવલ દંપતી ખંડિત

લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત

કારને ક્રેનની મદદથી રોડ સાઈડમાં ખસેડવી પડી

વાંકાનેર: મોરબી હાઈવે ઉપર લાલપર નજીક ગઈ કાલે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બે ડમ્પર વચ્ચે કાર આવી જતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ બનાવમાં એક મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવી હતી જે મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે અને વાંકાનેરનો રાવલ પરિવાર દર્શન કરવા જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બનતા દંપતિ ખંડિત થયુ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ઉર્વીશભાઈ રાવલ (ઉ.35) તેમના પત્ની ધારાબેન ભાવિનભાઈ રાવલ (ઉ.35) અને તેનો દીકરો નીલ ભાવિનભાઈ રાવલ (ઉ.6) વાંકાનેરથી દર્શન કરવા માટે થઈને મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન લાલપર ગામ પાસે ભાવિનભાઈની કાર નંબર જીજે 36 એસી 9493 લાલપર ગામ નજીક આવેલ ગોલ્ડ સિરામિકની સામેથી પસાર થઈ રહી હતી ત્યારે સ્તુતિ આંખની હોસ્પિટલ (વાંકાનેર) તરફથી

અકસ્માત થયો હતો. જે બનાવમાં કાર બે ડમ્પર વચ્ચે આવી ગઈ હતી જેથી કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિ પૈકી મહિલાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત થયેલ કારને ક્રેનની મદદથી રોડ સાઈડમાં કરીને રોડ ઉપર ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. મળેલ માહિતી મુજબ અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ ધારાબેન ભાવિનભાઈ રાવલનું સારવાર દરમિયાન મોત નિપજયુ છે અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!