કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

PM પાક વીમા યોજનામાં મોટો ફેરફાર

આરડીસી બેંક ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે

માવઠાગ્રસ્ત ખેડૂતો એક વર્ષ માટે લાભ લઇ શકશે

રાજકોટ : ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઝીરો ટકા વ્યાજે ‘ખાસ કૃષિ લોન’ની જાહેરાત
રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લાના સવા બે લાખ ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજે ‘ખાસ કૃષિ લોન’ની જાહેરાત કરવામાં આવી હતી. બેંક દ્વારા જે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી તેનાથી માવઠાગ્રસ્ત ખેડૂતોને જે નુકસાન થયું છે તે ભરપાઈ કરવા માટે અને રવી પાકના વાવેતર માટે પણ જરૂરી આર્થિક મદદ થશે.આવતી કાલે ટંકારામાં એકયુરેટ સર્વે & પ્લાનીંગની શુભ શરૂઆત

2.25 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લાભ મળશે
રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા જે ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 12,500 થી 65,000 સુધીની લોન ઝીરો ટકાના દરે આપવામાં આવશે. રાજકોટ જિલ્લા સહકારી બેંકની આ ખાસ કૃષિ લોનનો રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લાભ મળશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!