ખેડૂતો તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે
ગાંધીનગર: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા જે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીની હતી તેને સરકારે વધુ એક વર્ષ માટે લંબાવીને હવે તા.૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ સુધી કરી છે. આ અંતર્ગત જે ખેડૂત ખાતેદારોને રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવી હોય તેઓ નવી નિયત કરાયેલ સમયમર્યાદામાં કરી શકશે.
રાજ્યમાં ખેતીની જમીન રીસરવે માટે ડિઝીટલ ઈન્ડિયા લેન્ડ રેકર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી કુલ ૩૩ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ છે. પ્રમોલગેશન પછી રીસરવે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવાની રજુઆતો આવે છે. કાયદાકીય જોગવાઇ હેઠળ પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૨૦૩ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે. આવી અપીલ રાહે દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ, વકીલાત ફી અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણાની અરજીઓ પરત્વે અપીલ કરવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ્ઝને સાદી અરજી આધારે નિકાલ કરવાની સત્તા એનાયત કરવામાં આવી છે.
આ બાબતે મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા જે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીની હતી તેને આજે સરકારે વધુ એક વર્ષ માટે લંબાવીને હવે તા.૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ સુધી કરી છે. આ અંતર્ગત જે ખેડૂત ખાતેદારોને રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે અરજી કરવી હોય તેઓ નવી નિયત કરાયેલ સમયમર્યાદામાં કરી શકશે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો