કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાયમી શિક્ષકોની ભરતી કરો ! રજૂઆત કરી

ટેટ પાસ ઉમેદવારોએ મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ માંગ મૂકી

5 સુધીમાં માંગ પૂરી નહિ થાય તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં માંગણીની રજુઆત કરાશે

વાંકાનેર : તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સરકારી દરેક માધ્યમની શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે. ત્યારે સરકારી શાળાઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ પર કાયમી ભરતી કરવા બાબતે ટેટ પાસ ઉમેદવારોએ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

ટેટ પાસ ઉમેદવારોએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાતી માધ્યમમાં 2750 વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા આવનારા સમયમાં શરૂ થઈ જશે પરંતુ શિક્ષણ સહાયક હજુ આવી નથી ત્યારે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રમાણે અને શાળાઓમાં મહેકમનાં આધારે વધારેથી વધારે ટેટ 1/2 પાસ ઉમેદવારોની વિદ્યાસહાયક તરીકે અને ટેટ એસ અને એચએસ પાસ ઉમેદવારોને શિક્ષક સહાયકની કાયમી ભરતી કરવામાં આવે. ઘણાં એવા ઉમેદવારો છે કે જેણે બીએડ અને પીટીસી કરી છેલ્લા 6 વર્ષથી સતત પરીક્ષાની તૈયારીઓ કરી પરીક્ષાઓ પાસ કરી છે. પાસ કરેલા ઉમેદવારો પાસેથી ઘર તેમજ સમાજનાં લોકો ઘણી અપેક્ષા હોય કે હવે જરૂરથી સરકારી નોકરી મળશે. પરંતુ જો ભરતી નહીં કરવામાં આવે તો ઘણાં ઉમેદવારો એવા છે કે જેની વિદ્યાસહાયકની ભરતીની વયમર્યાદા પૂર્ણ થઈ જશે. આમ વયમર્યાદાની ઉંબરે ઊભેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, કલેકટરને રજૂઆત કરી કે વહેલી તકે સરકારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.


મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને કાયમી શિક્ષકની ભરતી અન્વયે આવેદન આપ્યું.
દિન 5 સુધીમાં અમારી માંગ પુરી નહિ કરો તો ૨૨/૧/૨૪ ના રોજ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં માંગણીની રજુઆત કરવામાં આવશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!