મેસરિયાની ઘટના: બે મહિલા આરોપી
વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામના ફરીયાદીની વાડીમાં સામેવાળા રેઢીયાર ઢોર પુરતા હોય જે બાબતે ફરીયાદીના માતાએ ઠપકો આપતા સારૂ નહી લાગતા ફરીયાદી તથા તેમના માતા સાથે ગાળા ગાળી કરી લોખંડનો પાઇપ મારી ઇજાઓ પહોંચાડી તથા સામેવાળા બંનેની પત્નીઓએ પણ ફરીયાદીની માતાને ઢીકાપાટુનો મુંઢ માર મારી ઇજાઓ પંહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાએ મદદગારી કરવાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ નવા મેસરીયા ગામમાં રહેતા મહેશ હીરાભાઈ કુમખાણીયા (ઉ.30) એ ફરિયાદમાં લખાવેલ છે કે અમો બે ભાઇ તથા એક બહેન છીએ હું, વસંતબેન (જે રેસમીયા ગામ ખાતે સાસરે છે) અને નરવીન છે અને મારા પિતા મેટોડા ખાતે સીકયુરીટીમા કામ કરે છે. તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ બપોરના હું તથા મારા માતા માનુબેન અમારા ગામના પાધરમા આવેલ વાડીમાં હતા ત્યારે 
અવાર નવાર અમારી વાડીમાં રેઢીયાર ઢોર પુરી દેવા બાબતે મારા માતા અમારી બાજુની વાડી વાળા રાજેશભાઈ શંકરભાઇ ભુસડીયા તથા દિનેશભાઈ શંકરભાઇ ભુસડીયાને ઠપકો આપેલ હોય અને બાદ સાંજના અમે બન્ને અમારી વાડીએથી ગામ બાજુ આવવા નીકળેલ ત્યારે સામે વાળા અને તેઓની પત્નિ અમારી પાછળ પાછળ આવેલ અને અમો રામદેવ પીરના મંદિર પાસે પહોંચતા રાજેશભાઈ તથા તેનો ભાઇ
દિનેશ અમારી સાથે ગાળાગાળી કરવા લાગેલ, ગાળો બોલવાની ના પાડતા આ બન્ને મને તથા મારા માતાને ઢીકાપાટુ મારવા લાગેલ અને આ વખતે રાજેશભાઇએ મને લોખંડના પાઇપથી માથાના ભાગે અને શરીરે ધા મારેલ. આ વખતે આ બંને ભાઇઓના પત્નિ પણ આવી ગયેલ અને તેઓ પણ મારા માતા માનુબેનને ઢીકાપાટુ મારવા લાગેલ હતા. આજુબાજુમાં માણસો ભેગા થઇ જતા અમોને છોડાવેલ અને 
આ વખતે આ રાજેશભાઇ તથા દિશેનભાઈ કહેલ કે ‘આ વખતે તો બચી ગયા છો હવે પછી ભેગા થશો તો જાનથી મારી નાખશુ’ તેમ કહી જતા રહેલ અને બાદ ૧૦૮ માં પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ અને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં આવેલ.
પોલીસ ખાતાએ બંને ભાઈઓ તથા તેમની પત્નીઓ મળી કુલ ચાર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ નીકલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ તથા મહે. જીલ્લા મેજી સા. મોરબીના હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
