તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ: અભિનંદન !
તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં વાંકાનેર તાલુકામાં વસતા મોમીન સમાજમાંથી તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ થયા હોવાની માહિતી મળી છે.
સરકારે જાહેર કરેલ લિસ્ટમાં તલાટીમાં કુલ 3437 ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાં કોઠીનાં બાદી પરવેઝ ઉસ્માનભાઈનું નામ 752 ક્રમાંક ઉપર છે. તેમના પિતા ખેતીકામ કરે છે. કોઠીનાં માજી સરપંચ તથા માજી તલાટી મંત્રી મર્હુમ મામદભાઈના તેઓ ભત્રીજા થાય છે. તેઓએ 12 માં ધોરણમાં 67 અને એમકોમમાં 63.25 % માર્કસ મેળવેલ હતા.
જયારે ક્લાર્કમાં સરકારી લિસ્ટમાં કુલ 1180 ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાં પાંચદ્વારકાના બહેન બાદી મુબીના ઇકબાલભાઈનું નામ 679 ક્રમાંક ઉપર છે. તેમના પિતા પણ ખેતીકામ કરે છે. પાંચદ્વારકાનાં માજી સહકારી મંત્રી સાજીભાઈના તેઓ ભત્રીજી થાય છે. વાંકાનેરની મોડર્ન સ્કૂલમાં 12 માં ધોરણમાં અભ્યાસ કરેલ છે. 12 મા ધોરણમાં કેન્દ્રમાં તેમનો ત્રીજો નંબર રહ્યો હતો. કોમર્સ ફાઇનલમાં 87 % માર્કસ મેળવેલ હતા. તેમના બહેન જે મોડર્નમાં જ ભણે છે, તેમને ગત વર્ષમાં બે વિષયમાં 100 માંથી 100 માર્કસ મેળવેલ છે.
કમલ સુવાસ ફેમિલી તરફથી અભિનંદન ! ઉત્તીર્ણ થયેલા અન્ય ઉમેદવારોના નામ જો આપણી જાણમાં હોય તો મોકલવા વિનંતી.