સેકશન અધિકારી, ગુજરાત રાજય હજ સમિતિ ગાંધીનગરના સેકશન અધિકારી મો. તલ્હા એમ. સૈયદની એક યાદી જણાવે છે કે હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા. ૨૮-૦૩-૨૦૨૫નાં પરિપત્ર નં ૩૭ મુજબ સમય માર્યાદાને ધ્યાને રાખી તથા ઈ-હજ વિઝા પ્રોસેસ કરવા માટે વેઈટિંગ લીસ્ટમાં રહેલા હજ અરજદારોને જણાવવાનું કે હજ કમીટી ઓફ ઈન્ડિયા દ્વારા જેઓ હજ ૨૦૨૫માં હજમાં જવાની તૈયારી દર્શાવતા હોય તેઓ પોતાની બાહેંધરી(કન્ફર્મેશન) આપે જેથી સમય મર્યાદામાં હજ વિઝા તથા જરૂરી પ્રોસેસ કરી શકાય. તેઓએ પરિપત્ર નં ૩૭ માં આપેલ નિયત મુજબનું અન્ડર ટેકિંગ તથા ઓરીજીનલ પાસપોર્ટ એક વ્હાઈટ બેકગ્રાઉન્ડ વાળા ફોટા સાથે તા. 03-૦૪-૨૦૨૫ સુધી ગુજરાત હજ હાઉસ, અમદાવાદ ખાતે જમા કરાવવાનાં રહેશે.
હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા વેઈટિંગ-લિસ્ટ ક્રમાંકનું પાલન કરવામાં આવશે અને ફક્ત તે જ વેઈટિંગ-લિસ્ટમાં રહેલા હજ યાત્રિકોને ધ્યાનમાં રાખશે જેઓએ નિયત મુજબનું અન્ડર ટેકિંગ તથા ઓરીજીનલ પાસપોર્ટ જમા કરાવેલ હશે. ઉક્ત મુજબ વેઇટિંગમાં રહેલા હજ અરજદારો કે જેઓ હજ ૨૦૨૫માં જવા માટે તૈયાર ન હોય તો તેઓએ પોતાના હજ ફોર્મમાં લોગીન કરી અથવા વેબસાઈટ પર આપેલ કેન્સલેશ ફોર્મ ભરી પોતાની અરજી કેન્સલ કરાવી શકે, જેથી હજ ૨૦૨૫ માં જવા ઇચ્છુક બીજા અરજદારોને લાભ મળી શકે…
ઉપરાંત ધ્યાને રહે કે વેઈટીંગ લીસ્ટમાં સમાવેશ થયેલ હજ યાત્રાળુઓની પસદંગી થયેલ નથી, ફક્ત ટૂંકા સમયગાળાને ધ્યાને રાખી આગોતરી તૈયારીના આયોજનનાં ભાગરૂપે તૈયારી કરવા અનુરોધ કરવામાં આવે છે. અરજદારોએ હજ ૨૦૨૫ માટે સંપૂર્ણ રકમ હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈનાં પરીપત્ર મુજબ તથા પ્રોવિઝજનલ સિલેક્શન થાય ત્યાર બાદ હજ કમીટી ઓફ ઈન્ડિયા,મુંબઈની વેબસાઈટ https://hajcommittee.gov.in પર આપનાં કવર નંબરમાં દર્શાવેલ રકમ ભરવાની તૈયારી પણ કરી રાખવી. આગળની પ્રક્રિયા માટે સમયાંતરે વેબસાઈટ તથા પ્રેસનોટ દ્વારા સૂચના આપવામાં આવશે…