કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યની એક યાદી મુજબ

* “મા વાત્સલ્ય” યોજનાના “વાર્ષિક રૂ. ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો”, “વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો”, અને “સામાજિક રીતે વંચિત જૂથના આયુષ્માન કાર્ડને આવકના દાખલાની (૩૧.૩.રપ પહેલાની) સમયમર્યાદા પૂર્ણ થવાપાત્ર કુંટુંબોના આયુષ્માન કાર્ડને ઇનએકટીવ કરવામાં આવેલ છે

* ઈનએકટીવ થયેલ આયુષ્માન કાર્ડને એકટીવ કરાવવા માટે યોજના હેઠળ જોડાયેલ હોસ્પિટલો તેમજ ઈ-ગ્રામ સેન્ટરોનો સંપર્ક કરવાનો રહેશે
* કાર્ડને રીન્યુઅલ કરવા માટે https://beneficiary.nha.gov.in/ પોર્ટલમાં પી.એમ.જે.એ.વાય.-આઈ.ડી. નો ઉપયોગ કરીને સર્ચની પ્રક્રિયા કરવાની રહેશે* રીન્યુઅલની પ્રક્રિયા માટે Expired ની બાજુમાં બટન (Action Button) આપવામાં આવેલ છે તેનો ઉપયોગ કરવાનો રહેશે
* રીન્યુઅલની પ્રક્રિયામાં ઈ- કે.વાય.સી (આધાર ચકાસણી) કરવાનું રહેશે, ત્યાર બાદ નવા આવકના દાખલાની માહિતી આપવાની રહેશે, ભારત સરકારની એજન્સી મારફતે વેરીફિકેશનની કામગીરી કરવામાં આવશે
* રીન્યુ કરતી વખતે પી.એમ.જે.એ.વાય. – આઈ.ડી. બદલાશે નહી
* જેના કાર્ડ ઈનએકટીવ થયેલ છે અને તેમને જી કેટેગરીમાં કાર્ડ બનાવવું હોય તો પહેલા ઇનએકટીવ કાર્ડને રીન્યુ કરાવીને કાર્ડને ડિસેબલ કરાવ્યા બાદ જી કેટેગરીમાં કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરવાની રહેશે
લાભાર્થી નજીક ના ઈ-ગ્રામ સેન્ટર અથવા નજીકના સરકારી / પ્રાઈવેટ એમ્પેનલ હોસ્પિટલમાં જઈને પણ Income certificate અપલોડ કરાવી Ayushman Card રીન્યુવ કરાવી શકશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!