રજીસ્ટ્રેશન કરાવ્યા વિના કોઇ ખેડૂતનો કપાસ CCI ખરીદશે નહી
એમ.એસ.પી. (સી.સી.આઇ.) હેઠળ કપાસના ભાવ ₹.1612 પ્રતિ મણ રહેશે
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે વર્ષ 2025-26માં એમ.એસ.પી. (સી.સી.આઇ.) હેઠળ કપાસ વેચવા માટે ‘કપાસ કિસાન’ એપ્સમાં ખેડૂતે તા.01/09/2025 થી તા.30/09/2025 સુધીમાં નોંધણી કરી નાખવી.
આ કપાસ કિસાન (KAPAS KISAN) એપ્સ પ્લેસ્ટોર અને એપલ ios પર ઉપલબ્ધ છે. ત્યાંથી ખેડૂત ફ્રી માં ડાઉનલોડ કરીને આ એપ્સમાં પોતાની નોંધણી સમયસર કરાવી લેવી… એમ.એસ.પી. (સી.સી.આઇ.) હેઠળ કપાસના ભાવ ₹.1612 પ્રતિ મણ રહેશે.
રજીસ્ટ્રેશન માટે નીચેની સૂચનાઓ વાંચો
* પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો કપાસ કિસાન (Kapas Kisan) એપ્લીકેશન…
* ડોક્યુમેન્ટ
૧) ૭-૧૨ તથા ૮અ કપાસનુ વાવેતર લખેલુ હોવુ જોઈએ અને કપાસનુ વાવેતર લખેલ ના હોય તો તલાટી કમ મંત્રી પાસે થી ૭-૧૨ અને ૮-અ માં સહી સિક્કા સાથે રજુ કરવાનુ રહેશે.
ર) આધાર કાર્ડ
૩) આપેલ સમયગાળામાં સ્વ-નોંધણી પોતાના મોબાઈલ માંથી પૂર્ણ કરો
ખેડુત ભાઇઓએ આ રજીસ્ટ્રેશન કરાવી લેવુ હિતાવહ છે. આ બાબતે વધુ માહિતીની જરૂરીયાત જણાય તો માર્કેટ યાર્ડનો સંપર્ક કરવો. રજીસ્ટ્રેશન કરાવ્યા વિના કોઇ ખેડૂતનો કપાસ CCI ખરીદશે નહી.
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CCI) દ્વારા કપાસના ખેડૂતોના હિતમાં જારી કરાયેલ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યોજના હેઠળ લાભ મેળવવા માટે તમામ કપાસના ખેડૂતોને સમયસર નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે.
‘કપાસ કિશાન’ એપ્સ ડાઉનલોડ કરવા નીચેની સૂચનાઓને અનુસરો
પ્લેસ્ટોરમાં જઈને ‘kapas kisan’ લખો અને સર્ચ કરો. પછી નીચે આપેલા ફોટા જેવું દેખાશે જેમાં બ્લુ કલરમાં ઇંગ્લિશમાં લખેલું છે ઇન્સ્ટોલ (install) તેના ઉપર ક્લિક કરો.
ઇન્સ્ટોલ ઉપર ક્લિક કર્યા બાદ થોડી વાર પ્રોસેસ થશે અને ત્યારબાદ નીચે મુજબના ફોટા જેવું તમને દેખાશે. તેમાં સૌથી નીચે ઓપન (Open) લખેલું છે તેના ઉપર ક્લિક કરો.
આ એપ્સ ઓપન થશે એટલે નીચેના ફોટા જેવું દેખાશે તેમાં તમારો મોબાઈલ નંબર નાખીને Generate OTP પર ક્લિક કરો પછી તમને એક ઓટીપી મળશે જે ઓટીપી બીજા ખાનામાં લખીને વેરફાઈ ઓટીપી (varify OTP) લખેલું છે તેના ઉપર ક્લિક કરો એટલે આ એપ્સનું ડાઉનલોડ થઈ જશે… પછી તેમાં તમારા ૭/૧ર અને ૮-અ તમારે અપલોડ કરવાના રહેશે.

