પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો સાથે વાંકાનેરના મચ્છુમાંના મંદિર ખાતે અગ્રણી આગેવાનોની મુલાકાત કરી હતી
(આરીફ દિવાન દ્વારા) મોરબી: રામ મહોત્સવ જગનાથપુરી રથયાત્રાનું સમગ્ર રાજ્યમાં તારીખ 20/6/20023 ના રોજ અમદાવાદ સહિતના વિવિધ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે,
જે અંતર્ગત વાંકાનેરમાં પણ ભક્તોમાં મોટી સંખ્યામાં રથયાત્રા શોભાયાત્રા સાથે પસાર થશે; જેમાં સમગ્ર ગુજરાત સહિત વાંકાનેરમાં પણ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 18 ને રવિવારના રોજ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી મોરબી જિલ્લા ડી.વાય.એસ.પી. શ્રી પી.એ. ઝાલા સહિત સમગ્ર પોલીસ કાફલો વાંકાનેર વિસ્તારના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ સ્વરૂપે રથયાત્રાના રૂટ પ્રમાણે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
જેમાં વાંકાનેર સીટી પી.આઇ. પી. ડી. સોલંકી, વાંકાનેર સીટી પી.એસ.આઇ. ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ કાફલો મુખ્ય માર્ગો સાથે વાંકાનેરના મચ્છુમાંના મંદિર ખાતે અગ્રણી આગેવાનોની મુલાકાત કરી હતી, જે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત તસવીરમાં નજરે પડે છે.