કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણીનું અને  બપોરે મહાપ્રસાદ ( ફરાળ )નુ આયોજન

વાંકાનેર : મોરબી તાલુકાના અને વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સજનપરમાં આવેલ ” શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ” ખાતે શ્રી જડેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રીના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે સવારે ” ધજારોહણવિધિ ” કરવામાં આવશે તેમજ શ્રી નાના જડેશ્વર મહાદેવદાદાનું વિશેષ પૂજન અર્ચનવિધિ, લઘુરૂદ્ર વગેરે બ્રાહ્મણો, પૂજારી દ્વારા કરવામાં આવશે તેમજ બપોરે બાર કલાકે તમામ ભાવિક, ભક્તજનો માટે ( ફરાળ ) નો મહાપ્રસાદ રાખેલ છે. 

પ્રતિ વર્ષ શિવરાત્રીના બપોરે દાદાના દરબારમા હજારો ભાવિકો મહાપ્રસાદ લ્યે છે, તેમજ મહાશિવરાત્રીના રોજ બપોરે બાર કલાકે દાદાની મહાઆરતી ઢોલ, નગારા અને સંખો અને ઝાલરોના નાદથી કરવામાં આવશે. તેમજ રાત્રે ચારેય પોળની મહાઆરતી કરવામાં આવશે, સાંજે દાદાના નિજ મંદિરમા વિધ વિધ જાતના ફૂલોનાં દિવ્ય શણગાર દર્શન થશે.

મહાશિવરાત્રીના પાવન પર્વે સર્વ ભાવિક, ભક્તજનોને પધારવા શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર સજનપર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે પ્રદીપમહારાજ, ભરતભાઈ જાની, ઋષિબાપુની યાદીમાં જણાવાયું છે

Content Copying Forbidden !!

error: Content is protected !!