વાંકાનેર: અહીંના તાલુકા સેવા સદન અને પીડબલ્યુડી સ્ટોરનું રીપેરીંગ અને રીનોવેશનનું ટેન્ડર બહાર પડ્યું છે….
જાણવા મળ્યા મુજબ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા ઓનલાઈન ટેન્ડર માંગવામાં આવે છે…
પહેલું ટેન્ડર એસ.આર. રીપેરીંગ/રીનોવેશન ઓફ તાલુકા સેવા સદન એટ વાંકાનેર (બાય પ્રોવાઈડીંગ પાર્કીંગ શેડ, કંપાઉન્ડ વોલ રાઈઝીંગ, ડોર વિન્ડૉ, એલ્યુ. સેક્સન પાર્ટીશન, પેવર બ્લોક એન્ડ કલર ઈટીસી) છે જેનો એસ્ટીમેન્ટ 36.36 લાખ રૂપિયા છે.
બીજું ટેન્ડર એસ.આર. રીપેરીંગ/રીનોવેશન ઓફ પીડબલ્યુડી સ્ટોર એટ વાંકાનેર (બાય પ્રોવાઈડીંગ ટોઈલેટ રીનોવેશન, વિટ્રીફાઈડ,પ્લાસ્ટર,કલર, ડોર વિન્ડૉ, એન્ટી ટર્માઈટ ટ્રીટમેન્ટ,પાર્કીંગ શેડ, કંપાઉન્ડ વોલ ઈટીસી) જેનો એસ્ટીમેન્ટ 40.03 લાખ રૂપિયા છે…
ટેન્ડર ડોકયુમેન્ટ ઓનલાઈન પધ્ધતિએ ભાવપત્રકના દસ્તાવેજો ડાઉન લોડીંગની – છેલ્લી તારીખ તા.૨૧/૧૧/૨૦૨૪ ના ૧૮:૦૦ કલાક સુધી તેમજ ટેન્ડર ઓન લાઈન રજુ કરવાની છેલ્લી તારીખ તા.૨૧/૧૧/૨૦૨૪ ના ૧૮:૦૦ કલાક સુધી વેબ સાઈટ https://nprocure.com પર રવાના કરવાના રહેશે. આ કામના ટેન્ડર તા.૨૨/૧૧/૨૦૨૪ ના ૧૨:૦૦ કલાકે ખોલવામાં આવશે. આ ટેન્ડર “ઈ-૧” કલાસ તથા ઉપરનો વર્ગની કેટેગરી વાળા કોન્ટ્રાકટર જ ભરી શકશે…