વાંકાનેરનાં પત્રકારની દિકરીનાં લગ્ન પ્રસંગમાં પત્રકાર જગદીશભાઈ મહેતા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત
વાંકાનેર તા. ૭ : વાંકાનેરનાં પત્રકાર કેતન ભટ્ટીની દિકરીનાં યોજાયેલ લગ્ન સમારોહમાં હેડલાઈન ન્યૂઝ નાં તંત્રીશ્રી જગદીશ મહેતા અને વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને ભાજપ અગ્રણી પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રુપ) ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને આ બન્ને દિગ્ગજોએ નવદંપતિ ને આશીર્વાદ પાઠવ્યાં હતાં..



વાંકાનેર વિસ્તારમાં વીસ વર્ષથી પત્રકારિત્વે ક્ષેત્રે સતત કાર્યરત અને લોકોનાં પ્રશ્ને હરહંમેશ જાગૃત અને નિષ્પક્ષ પત્રકાર કેતન ભટ્ટી ની લાડલી દિકરી ચિરંજીવી નંદિની કુમારીનાં લગ્ન મૂળ જેતલસર નિવાસી (હાલ રાજકોટ ) નરેન્દ્રભાઈ વાછાણીનાં લાડલા સુપુત્ર ચિરંજીવી અંકિત કુમાર સાથે યોજાયા હતાં,રાજકોટ ખાતે યોજાયેલ લગ્ન સમારોહમાં હેડલાઈન ન્યૂઝનાં તંત્રી અને હર હંમેશ કડવું સત્ય ઉજાગર કરતાં તથા દેશની અગ્રીમ ન્યુઝ ચેનલોમાં બેબાક કડવું સત્ય બોલતાં વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને નવદંપતિને મંત્રોચ્ચાર સાથે શુભ કામના પાઠવી હતી, આ સાથે અનેક સામાજીક પ્રવૃતિઓ સંભાળતા વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને ભાજપ અગ્રણી તથા સિદસર ઉમિયા ધામનાં ટ્રસ્ટી પ્રગ્નેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી…