ધારાસભ્યની મહેનતથી નગલા નદી અને મહા નદી વિસ્તારને ફાયદો થશે
શહેરના રસ્તાઓમાં પડેલા ખાડાની સમસ્યાથી ધારાસભ્ય છૂટકારો અપાવે: લોકલાગણી
વાંકાનેર: વાંકાનેરના ધારાસભ્ય સોમાણી સારસાણા ગામ ખાતે નાગલો નદી ઉપર આવેલ નર્મદા સમ્પના વાલ્વમાં ખામી સર્જાએલા હોય
તેને ખરા બપોરે સાડા ત્રણ કલાકની ગ્રામજનોના ૮૦ જેટલા યુવાનોની મદદ લઇ યુધ્ધના ધોરણે રીપેર કરી પિયત માટે પાણી છોડવામાં સફળ રહ્યા હતા.
આ નગલો નદી પર આવેલ નર્મદાવાલ ખોલવાથી સારસાણા, મોળથરા, ગાંગીયાવદર, રાજસ્થળી, દેરાળા, લુણસર, ખાનપર, ભેરડા, પાડધરા સહિત નગલો નદી તથા મહાનદી ઉપર આવતા તમામ ગામોના ખેડુતોને કપાસ, મગફળી જેવા પાકના વહેલા વાવેતર થાય તે માટે પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું.
ઉપરોકત કામગીરીમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, એ.પી.એમ.સી.ના વાઇસ ડીરેકટર અશ્વિનભાઇ મેઘાણી, હકાભાઇ ધરજીયા ઉપરાંત સારસાણા ગામના સરપંચ તથા ગ્રામ્ય વિસ્તારના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેર શહેરના રસ્તાઓમાં પડેલા ખાડા અને ચરેરા તરફ ધારાસભ્યનું ધ્યાન જાય અને આ સમસ્યાથી લોકોને છૂટકારો મળે, એવી લોકલાગણી છે.