વાંકાનેર: તાલુકાના રાતીદેવરીથી પંચાસીયા જવાના રસ્તા પર મસમોટા ગાબડાનું સામ્રાજ્ય ખડકાયું હોવાનો અહેવાલ કમલ સુવાસ ન્યુઝે પ્રસિદ્ધ કર્યો હતો. જેના અને તંત્ર દ્વારા બિસ્માર રસ્તાના હાલાકીના પગલે મસમોટા ખાડા તેમજ ખરાબ રોડ પરનું રિપેરીંગ કામ હાથ ધરાયું હતું.
અહીં આ રસ્તા પર અવાર નવાર નાના-મોટા અકસ્માત સર્જાયા હોય મોટા જીવલેણ ખાડાનું વિસ્તારના ખેડૂતોએ જાતે મરમત કરવા પડ્યા હતા. રોજીંદા અપડાઉન કરતા બાઇકચાલકો અવાર-નવાર ગબડી પડવાના બનાવ બનતા હોવા છતાં તંત્ર દ્વારા ખખડધજ રસ્તાથી વાહનચાલકોને પડતી મુશ્કેલીથી આખ આડા કાન થઇ રહ્યા જેવો ઘાટ ઘડાયો હતો…
ગ્રામજનોની સમસ્યાને વાચા આપી ગ્રામજનો તેમજ વાહનચાલકોની હાલાકીને પગલે તા.15-11-2024ના કમલ સુવાસ ન્યુઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ કામગીરી શરૂ થતા ગ્રામજનોએ જિલ્લા તેમજ તાલુકા પંચાયત સભ્ય સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આ રોડનું વહેલીતકે નવીનીકરણ કરવાની કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી…