કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હડમતીયાના તલાટીની બદલી: દલડી મુકાયા

સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી દાખવી હતી: ખુલાસો પુછાયો

વાંકાનેર: સ્વચ્છતા મુદ્દે ડીડીઓ આકરા પાણીએ છે. ટંકારાના હડમતીયા ગામે સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર તેમજ અન્ય ધીમી કામગીરી કરનાર તલાટી કમ મંત્રીની તાકીદે બદલી કરી નાખવામાં આવી છે…તાજેતરમાં યોજાયેલ “સ્વચ્છતા હી સેવા” સપ્તાહ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા તમામ તલાટી કમ મંત્રીને સ્વચ્છતા રાખવા સુચના આપવામાં આવેલ હતી. પરંતુ ટંકારાના હડમતીયા ગામે 2 ઓક્ટોબરનીગ્રામસભામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીને સ્વચ્છતા અંગે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ, તેમ છતાં તલાટી કમ મંત્રી એ કોઈ કાર્યવાહી ન કરી ફરજ પ્રત્યે બેદરકારી દાખવેલ તથા હડમતીયા ગામે સ્વચ્છતા બાબતે અવારનવાર પણ સૂચનાઆપવામાં આવેલ છતાં કોઈ કાર્યવાહી ન થતા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની સુચનાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી.કુગસીયા દ્વારા ફરજ પ્રત્યે બેદરકાર તલાટી કમ મંત્રી એ.એન. દેત્રોજાનીતાત્કાલિક ધોરણે વાંકાનેર તાલુકાના દલડી ગામે બદલી કરવામાં આવી છે. આ સાથે ગામમાં સ્વચ્છતા નહી રાખવા, ગામમાં વૃક્ષારોપણનીધીમી કામગીરી તથા પંચાયત વેરા વસુલાતની નબળી કામગીરી બાબતે નોટીસ પાઠવી ખુલાસો રજુ કરવા જણાવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!