શ્રાવણમાસ નિમિતે દરરોજ રૂદ્રી તેમજ ભુદેવનો ભંડારો, મહિલા ધૂન મંડળના કાર્યક્રમો
વાંકાનેર: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી પૌરાણિક પુ. શ્રી મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ શ્રાવણમાસ દરમ્યાન આખો મહિનો શ્રી ફળેશ્વર મહાદેવદાદાની વિશેષ પૂજા રૂદ્રી અભિષેક કરવામાં આવશે.
યાદીમાં જણાવાયું છે કે તેમજ યજમાનો, ભક્તજનો દ્વારા તીથી પ્રમાણે શ્રાવણમાસમાં ભૂદેવોના ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરરોજ સાંજે મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન સકીર્તન યોજાશે.
તેમજ અનેક ધાર્મિક કાર્યક્રમો ભકિતભાવ પૂર્વક થશે. શ્રાવણ મહિના દરમ્યાન શ્રી ફળેશ્વર મહાદેવદાદાના નિજ મંદિરમાં અનોખા પુષ્પોના શણગાર કરવામાં આવશે.
જન્માષ્ટમીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જે કોઈ ભાવિકને તીથીના ભૂદેવોના ભંડારા લખાવા હોય તેમને ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક વિશાલભાઈ પટેલનો મો : ૯૮૨૫૦ ૩૦૪૭૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.