છેલ્લા 6 મહિનામાં 3 વખત બદલી કરવામાં આવી
છેલ્લે આવેલા તલાટી કમ મંત્રીની માત્ર 10 દિવસમાં બદલી કરી દેવામાં આવી હતી
ટંકારાઃ ટંકારા તાલુકાના અમરાપર ગામના તલાટીઓની વારંવાર બદલીઓ થઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેને ટંકારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને બદલીઓ ના થાય, તે અંગે રજૂઆત કરી છે.
લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, અમરાપર ગામના તલાટી કમ મંત્રીની છેલ્લા 6 મહિનામાં 3 વખત બદલી કરવામાં આવી છે. વારંવાર થતી બદલીઓના કારણે ગામના વિકાસના કામમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે.
છેલ્લે આવેલા તલાટી કમ મંત્રીની માત્ર 10 દિવસમાં બદલી કરી દેવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં હાલ ગામમાં કોઈ વિકાસનું કામ થઈ શકતું નથી.
તેથી સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના તમામ સભ્યો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને રાજીનામું આપી આંદોલન પર બેસવા તૈયાર છીએ. તેથી હાલના તલાટીની બદલી ના થાય અને તેઓને ચાર્જ પાછો સોંપવામાં આવે તે અંગે નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે.