વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં 26 જાન્યુઆરી 2025 ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા.
શાળાના શિક્ષકશ્રી પરેશભાઈ બાવળિયા દર વર્ષે મહાદેવ, રામદેવ પીર, રાવણ વગેરે વેશ ધારણ કરતા હોય છે, આ વર્ષે શ્રી કૃષ્ણ લીલા ભજવવામાં આવી. જેમાં તેઓએ કંસનો વેશ ધારણ કરી તેમના અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. ગામલોકોએ સાથ સહકાર આપી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો…