કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

પ્રજાસતાક દિવસે ભાટિયા, જુના ઢુવા અને રંગપર ખાતે ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે પ્રજાસતાક દિવસે તાલુકાના ભાટિયા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત જુના ઢુવા તાલુકા શાળા અને રંગપર ખાતે પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી….મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમના સંચાલક મુંબઈવાળા શ્રી દિલીપભાઈ શાહ તરફથી ભાટિયા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચશ્રીના માર્ગદર્શન હેઠળ બન્ને સ્કૂલમાં સભ્ય શ્રી ટીનુભા જાડેજા, પ્રશાત ભાઈ ઉપાધ્યાય, ચંદ્રેશભાઈ નાવાણી, રવિભાઈ લખતરીયા તેમજ કુમાર અને કન્યા શાળાના શિક્ષક ગણ ખાસ હાજર રહ્યા હતા, દિલીપભાઈ શાહ તરફથી વાંકાનેરના અલગ અલગ સ્કૂલોમાં બાળકોને કપડાં, બુટ તેમજ ધાબળા આપવામાં આવે છે, દિલીપભાઈ શાહનો વસ્ત્રદાન બદલ લોકોએ ખુબ ખુબ આભાર માન્યો હતો…

જુના ઢુવા તાલુકા શાળા ખાતે 77 માં પ્રજાસતાક દિવસને ખાસ બનાવવા માટે વાંકાનેર ખાતે રેલ્વેમાં ફરજ બજાવતા ખાનપર ગામના (તા. મોરબી) ના એક દિવ્યાંગ પ્રતિભાશાળી વ્યક્તિ જાડેજા રામદેવસિંહના હસ્તે ધ્વજ ફરકાવીને સલામી આપી એક ઐતિહાસિક ક્ષણ નિમાર્ણ કરી બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરી પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હટી, એવી આચાર્ય, ઈરફાન શેરસીયાએ યાદીમાં જણાવ્યું છે…

રંગપર ગામ મુકામે શ્રી રંગપર પ્રાથમિક શાળા ખાતે 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે “દીકરીને સલામ દેશને નામ” પર્વને ઉજવવા અંતર્ગત શાળામાં ભણી ગયેલી રંગપર ગામના જ દીકરી “આલ રિધ્ધિબેન” દ્વારા રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના સરપંચશ્રી ભરતભાઈ મકવાણા દ્વારા બાળકોને નાસ્તો આપવામાં આવેલ હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!