કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દિઘલીયા- શેખરડી રસ્તાનું રીસર્ફેસિંગ પૂર્ણ: મંગલ ભયો

દિઘલીયા- શેખરડી રસ્તાનું રીસર્ફેસિંગ પૂર્ણ: મંગલ ભયો

વાંકાનેર: મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંકાનેર તાલુકામાં દિઘલીયા- શેખરડીના 3.5 કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે રૂ. 120 લાખના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા વાહન વ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ ગ્રામ્ય માર્ગના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુરક્ષિત અને સલામતી સાથે સુલભ બન્યું છે.


કાર્યરત માર્ગોની આવરદા પૂર્ણ થતા રોડ રસ્તા નવીનીકરણની કામગીરી કરવામાં આવે છે, જે અંતર્ગત વાંકાનેર તાલુકાના ગામડાઓને જોડતા આ ગ્રામ્ય માર્ગની રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જુના નુકસાનગ્રસ્ત રોડની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરી માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા લોકોની પરિવહન સુવિધામાં વધારો થયો છે અને ખાડા ખરબચડા રોડની યાતનાથી લોકોને છુટકારો મળ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!