મૂળ અરણીટીંબાના વતની
સુરતમાં સ્થાયી થયા હતા
વાંકાનેર: મૂળ અરણીટીંબા ગામના વતની અને નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદી 86 વર્ષની વયે અવસાન (ઇંતકાલ) થયું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મરહુમ અમિયલભાઈ બાદીના ભત્રીજા અને એન્જીનિયર અમિયલભાઈ બાદી (ટોળવાળા) ના સાળા થતા હતા.
સેવા નિવૃત્તિ બાદ તેઓ સુરત શહેરમાં સ્થાયી થયા હતા. 86 વર્ષની ઉંમરે તેમનું નિધન થતાં પરિવાર, સગા-સંબંધીઓ અને ઓળખીતાઓમાં શોકની લાગણી વ્યાપી છે. તેમની દફનવિધિ સુરત ખાતે કરવામાં આવી છે….

