પરીક્ષા પદ્ધતિમાં પણ થયો છે ફેરફાર
ગાંધીનગરઃ રેવન્યુ એટલે કે મહેસૂલ તલાટીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 25 મે (આજ) થી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે. નોંધનીય છે કે મંડળ દ્વારા 22 મે, ગુરૂવારે ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે નવા નિયમ પ્રમાણે આ ભરતી કરવામાં આવશે.
નવા નિયમ પ્રમાણે થશે ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ભરતી નવા નિયમ મુજબ થશે. 25 મેથી 2389 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. હવે તલાટીની પરીક્ષા માટે માત્ર સ્નાતક ઉમેદવાર ફોર્મ ભરી શકશે. આ પહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકતા હતા.
પરીક્ષા પદ્ધતિમાં પણ થયો છે ફેરફાર
પહેલા રેવેન્યુ તલાટી માટે ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકતા હતા. તે માટે માત્ર 100 માર્ક્સની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી. ત્યારબાદ કમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવતી હતી. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે પહેલા પ્રિલિમ પરીક્ષા યોજાશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે. પ્રિલિમ પરીક્ષા MCQ બેઝડ હશે. જેમાં 200 પ્રશ્નો હશે.
પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ
મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ
મુખ્ય પરીક્ષા આ રીતે લેવાશે
મંડળ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે મુખ્ય પરીક્ષામાં કુલ ત્રણ પેપર લેવામાં આવશે. જેમાં ગુજરાતી ભાષા (100 માકર્સ), અંગ્રેજી ભાષા (100 માકર્સ), જનરલ સ્ટડિઝ (150 માકર્સ) આમ કુલ 350 માકર્સની રિટર્ન પરીક્ષા લેવામાં આવશે. દરેક પેપર માટે ઉમેદવારને ત્રણ-ત્રણ કલાકનો સમય મળશે…
