ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાની રજુઆત
વાંકાનેર: અહીંના ગુજરાત પ્રદેશ યુથ કમિટીના પ્રમુખ આબીદ ગઢવારાએ પ્રધાનમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન રદ કરવાનો નિર્ણય તાત્કાલીક રદ કરવો જોઈએ.
તેમણે પત્રમાં જણવ્યું છે કે દેશમા લઘુમતીઓની શૈક્ષણીક આર્થિક અને સામાજીક સ્થિતિને જાણવા જસ્ટિસ સચ્ચર સમિતીની રચના કરવામાં આવી હતી કમિટીના એહવાલમાં ફલિત થયું હતું કે ભારતીય મુસ્લીમ અન્ય જાતીઓના પ્રમાણમાં સૈાથી પછાત સ્થિતીમાં છે. રીપાર્ટના ગંભીર તારણોને ધ્યાને રાખી જે તે સમયે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ની શરૂઆત કરાઈ હતી, જેનો મુખ્ય આશય મુસ્લીમ સમુદાયના શૈક્ષણીક ઉત્થાન માટે તેમજ લઘુમતી મુસ્લીમ સમાજ શૈક્ષણીક અને આર્થિક રીતે મજબુત થઈ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાના આશયથી ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ, યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન તેમજ તબીબ સંસ્થાઓને આર્થિક રીતે સહાયરૂપ થવા ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી
લધુમતી વિધાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃતી મેળવી રહયા છે. શૈક્ષણીક અને આર્થિક રીતે પછાત લધુમતી સમાજની શૈક્ષણીક સંસ્થાઓને લાભો મળી રહયા છે. તેવા સમયે ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી તમામ લધુમતી વિધાર્થીઓ રાષ્ટ્રના નિર્માણમા આગળ આવવાના પ્રયાસો પર અસર પડશે, સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુસ્લીમ સમુદાયના હીતોથી વીપરીત છે, સતાધીશોની જવાબદારી છે કે દેશના તમામ વર્ગોનું કોઈપણ ભેદભાવ વગર સમાન સ્તરે વિકાસ થાય, તો મૌલાના આઝાદ એજયુકેશન ફાઉન્ડેશનને બંધ કરવાના આદેશને તાત્કાલીક અસરથી પરત ખેંચી ભારતીય લધુમતીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવા પહેલ કરવી જોઈએ, તેવી પત્રમાં માંગ કરાઈ છે. આ પત્રની નકલ શ્રી સ્મૃતિ ઈરાની (લધુમતી મંત્રાલય) અને ૨. શ્રી આચાર્ય દેવ વ્રત (રાજયપાલ ગુજરાત)ને પણ મોકલાઈ છે.