કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રીક્ષા અકસ્માત અને રેલવે ટ્રેક પર આપઘાત

રીક્ષાને ટ્રક ચાલતે હડફેટે લેતા સારવારમાં

સૌરાષ્ટ્ર મેઈલ હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર નજીક સન-રે સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચલાવીને જઇ રહેલા

અશોક શામજીભાઈ માલકીયા (ઉંમર ૩૪) ૨હે વાંકાનેર વાળાની રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલ અશોકભાઈ માલકીયાને સારવાર માટે 108 વડે સિવિલે લાવવામાં આવ્યા હતા અને આ બાબતે સારવાર કરવામાં આવ્યા બાદ

તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા અકસ્માત બનાવની તપાસ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર મેઈલ હેઠળ ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત
વાંકાનેર: વાંકાનેર નજીક ઓખા તરફથી આવતા અને મુંબઈ તરફ જતા સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન નીચે પડતું મુકી ગઈ કાલે અજાણ્યા યુવાને જીવન લીલા સંકેલી લીધેલ હતી. ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેઈલ અમરસર અને વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે

સાંજે 4-45 વાગ્યા અરસામાં પહોંચતા જ ટ્રેક ઉપર જઈ પડતું મુકતા જ સ્થળ પર પ્રાણ પંખેરૂ ઉડી ગયેલ હતું. મૃતક આશરે 40 વર્ષનો હોય તેવું જાણવા મળી રહ્યું છે. મૃતક યુવાને કથાઈ કલરનો કાળો ચેકસ વાળો શર્ટ તેમજ લાકડીયા કલરનું પેન્ટ પહેરેલ છે

હાલમાં આ મૃતદેહ વાંકાનેરની સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમ રાખવામાં આવેલ છે. જે કોઈ આ યુવાનના વાલી વારસ હોય તેઓએ રેલ્વે પોલીસના હેડ કોન્સ. કુલદીપસિંહ બી. ઝાલા મો. 91735 55538 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!