વાંકાનેર બાઉન્ટ્રી પાસે રિક્ષાને ટ્રકે ઠોકર મારતા ઇજા થયાનો બનાવ બન્યો છે


આ બનાવની ફરિયાદમાં અનિલભાઈ રઘુભાઈ સોવસીયા જાતે દેવીપુજક (ઉ.વ.૨૭) રહે. હાલ રાજકોટ મુળ ગામ ગઢેચી તા.ચોટીલા વાળાએ લખાવેલ છે કે ગઈ તા. ૦૫/૦૩/૨૦૨૪ ના રોજ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામેથી ઠાઠા વાળી છકડો રીક્ષા રજી નં. GJ-03-X-3029 વાળીમા બેસી રાજકોટ ઘરે જવા રવાના થયેલ રીક્ષા મારો મોટો ભાઈ ઈશ્વરભાઈ રઘુભાઈ સોવસીયા ચલાવતો,


રસ્તામાં સણોસરા બેંકનુ કામ પૂરૂ કરી ચોટીલા રાજકોટ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ટ્રી ઓવર બ્રીજથી આગળ રાજકોટ તરફ જતા હતા અને હોટલ ન્યુ ડ્રાઈવર વિજય સામેના ભાગે રોડ ઉપર પહોંચેલ તે વખતે રોડનું કામ ચાલુ હોય જેથી ડબલ ટ્રેક રોડની સીંગલ પટ્ટી રાજકોટ તરફ જવા માટેની ચાલુ હતી, ત્યાંથી પસાર થતા હતા તે વખતે છકડાને પાછળથી આવતા ટ્રક ચાલકે સાઈડ કાપતી વખતે છકડાને ઠોકર મારતા રોડ ઉપર પછડાટ લાગેલ.


ડાબા હાથે, ડાબા પગમા તથા વાંસામા છોલાણ તથા મુંઢ ઈજા થયેલ અને ફરિયાદીના પિતાને ડાબા ખભા તથા કોણીના ભાગે ઈજા તેમજ માથાના ભાગે ઇજાથી બેભાન થઈ ગયેલ હતા. ટ્રકનો ચાલક ટ્રક લઈ ભાગી ગયેલ જેથી બીજા ફોરવ્હીલર ચાલકની મદદ લઇ બામણબોર ચેક પોસ્ટ પાસે આવેલ કાવેરી હોટલ નજીક ટ્રક નંબર RJ-14-GP-8721 ને આંતરી લઈ ઉભો રખાવેલ પિતાને એમ્બ્યુલન્સમા રાજકોટ સીવીલ હોસ્પીટલે લઇ ગયેલ. તેઓ બેભાન હાલતમાં હોય અને જે તે વખતે ડોકટર સાહેબે તપાસી માથાના ભાગે હેમરેજની ઈજા હોવાનું જણાવેલ હતું
દારૂ સાથે:
નવા રાજાવડલાના ધીરુ ઉર્ફે ભૈરવો ગોવિંદભાઇ સેટાણીયા અને તીથવા ધારે રહેતા દૂધીબેન બચુભાઈ જખાણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
સૂચના: અમારી સાથે જોડાયેલા ઘણા મિત્રો અન્યના મોબાઈલ નંબર અમને મોકલી એમને એડ કરવાનું જણાવે છે, પણ
અમે કોઈને એડ કરતા નથી.
જેમને એડ થવું હોય તેમણે નીચે મુજબની સૂચનાઓને અનુસરીને કમલ સુવાસના સમાચાર મેળવવા વિનંતી છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
