સ્કોડા કાર ચાલક નાસી ગયો
ઢુવા ઓવરબ્રીજ ઉતરતા બનેલો બનાવ
વાંકાનેર: ઢુવા ઓવરબ્રીજ ઉતરતા મકનસર તરફ જતી અતુલ માલવાહક રીક્ષા પાછળ સ્કોડા કાર ચાલકે ઠોકર મારી ભટકાડી અને રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી કાર લઈ નાશી જવાનો ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ નવા મકનસર વાદી વસાહત પાસે તા.જી.મોરબી માં રહેતા જીવરાજભાઈ દેવશીભાઈ પરમાર- રાવળદેવ (ઉ.વ.૩૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારો ભાઇ ડ્રાઇવીંગ લાયસન્સ વગર અતુલ માલવાહક રીક્ષા રજી.નં. GJ-03-AV-0771 ચલાવતો હતો અને તથા તેનો છોકરો સંજય ઢુવા રોડ સરતાનાપર રોડ કચરો વીણવા માટે રીક્ષા લઈ દરરોજ જતો હતો 

તા. ૧૧/૧૧/૨૦૨૫ ના સાંજના મારા ભત્રીજા સંજયનો મને ફોન આવેલ કે હું અને મારા પપ્પા રીક્ષા લઈને કચરો વીણી આવતા હતા ત્યારે ઢુવા ઓવરબ્રીજ ઉતરતા મકનસર તરફ આવતા હતા ત્યારે અમારી પાછળ એક કાળા કલરની ગાડીવાળો એકદમ સ્પીડમાં આવેલ અને તેણે રીક્ષાના પાછળના ભાગે તેની ગાડી વડે ઠોકર મારેલ જેથી અમારી રીક્ષા પલટી મારી ગયેલ છે અને આ ગાડીવાળો ઉભો રહેલ નથી ભાગી ગયેલ છે આથી 
હું ત્યાં જવા નીકળેલ બંધુનગર પાસે રસ્તામાં મને ૧૦૮ એમ્બ્યુલન્સ સામી મળેલ, મારા મોટાભાઇ ધરમશીભાઇને માથામાં ગંભીર ઇજા થયેલ હોય જેથી તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયેલ અને મારા ભાઇનું સારવાર દરમિયાન મોત થયેલ છે, રીક્ષા પાછળ ઠોકર મારનાર સ્કોડા કાર રજી.નં.GJ-36-AJ-9792 છે પોલીસખાતાએ ગુન્હો બી.એન.એસ કલમ-૧૦૬(૧),૨૮૧ તથા M.V.ACT કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ નોંધેલ છે…
