વાંકાનેર: થોડા દિવસ પહેલા ચંદ્રપુર હાઇવે પર રીક્ષા ભાડે કરી જતા મુસાફરની મત્તા લૂંટાઈ હતી. જાણવા મળ્યા મુજબ જામનગરમાં નિવૃત્ત જીવન જીવતા એક બુઝુર્ગની ચાલુ રિક્ષામાં રૂપિયા એક લાખ 60 હજારની સોનાની કંઠી સેરવી લેવાઈ હતી, જે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, અને
સીસીટીવી કેમેરાની મદદથી રાજકોટના બે રીક્ષા ચાલક તસ્કરોને ઝડપી લઇ રીક્ષા અને સોનાની કંઠી કબજે કરી છે. આ પછી વાંકાનેરની ચોરી પણ કબૂલી લીધી છે. જામનગરના પોલાભાઈ કરસનભાઈ અસવાર નામના 70 વર્ષના બુઝુર્ગ બે.દિવસ પહેલા ગોકુલનગરથી શંકર ભગવાનના મંદિરે જવા માટે એક રિક્ષામાં બેઠા હતા. જે દરમિયાન રિક્ષાચાલક અને તેના મળતીયા કે જે પેસેન્જર તરીકે બાજુમાં રિક્ષામાં બેઠા હતા, અને
પોલાભાઈએ પોતાના ગળામાં પહેરેલી રૂપિયા એક લાખ 60 હજારની કિંમતની રુદ્રાક્ષ અને તુલસીની સોનાની કંઠીની ચોરી કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર કર્યું હતું, જે ચોરીનો ભેદ સીટી સી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યા છે, સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ઓટો રીક્ષાના નંબર મેળવી લીધા હતા, જે નંબરના આધારે સમર્પણ સર્કલ પાસેથી બે તસ્કરોને ઝડપી લઇ ઉપરોક્ત રીક્ષા અને સોનાની કંઠી સહિત 2.60 લાખ ની માલમતા
કબજે કરી છે. પોલીસની પૂછપરછ માં બંને તસ્કરો રાજકોટના અને તેઓના નામ રવિ બટુકભાઈ સોલંકી તેમજ અરવિંદ પોલાભાઈ કાંજિયા હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા બે પૈકી અરવિંદ પોલાભાઈએ રાજકોટ, વાંકાનેર અને હળવદમાં ચાર જગ્યાએ હાથ ફેરો કરી ચોરી કરી હોવાનું કબુલી લીધું છે જે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
રાતાવીરડા સીમમાંથી દારૂ પકડાયો
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં મારફીલ કારખાના સામેના ખરાબામાંથી મોરબીના વાઘજી રમેશભાઈ ધામેચાને 48 બાચકા દેશી દારૂ સાથે પકડેલ છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) ભાટિયા સોસાયટીના ઈમ્તિયાઝ મહમદરફીક શાહમદાર અને (2) મહિકાના મનસુખ છગનભાઇ મુંધવા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો