ખીજડીયા અને આશિયાના સોસાયટીમાં પણ વીજળી પડી હતી
વાંકાનેર: આજે તાલુકાના નવા રાજાવડલામાં કેનાલ તૂટી હતી, અને રસ્તાઓ ધોવાયા હતા. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે કેનાલ તૂટવાનું કારણ કોન્ટ્રાકટરની ભૂલના કારણે આ ઘટના બની હતી, જેનો ભોગ આમ જનતા બની છે….


ખીજડીયા અને આશિયાના સોસાયટીમાં પણ વીજળી પડી હતી
ગઈકાલે વરસાદ ભારે ગાજવીજ સાથે શરૂ થયો હતો વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં તો વીજળી પડી હતી, ઉપરાંત વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના પાધરમાં આવેલી પ્રાથમિક શાળા ઉપર પણ વીજળી પડી હતી પારાપેટ થોડી પડી ગઈ હતી તેમજ ડેમેજ કરી દીધી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી


તેવી જ રીતે મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરની આશિયાના સોસાયટી ખાતે આવેલ રિટાયર્ડ જીએસટી ઇન્સ્પેક્ટર નઝરૂદીન અલીભાઈ બાદીના મકાનની છત પર પણ ગઈ રાત્રીના વિજળી પડી હતી, જેના કારણે છતમાં નુકશાની સાથે મકાનના મોટાભાગના વીજ ઉપકરણો બળી ગયા હતા…