વાંકાનેર: ઓધોગીક વિસ્તારમાં બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ યુવાનના ગળા ઉપર છરી મૂકી હતી અને ત્યારે બાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પહેલા આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જો કે, આ ગુનામાં સંડોવાયેલ આરોપી અગાઉ આવી જ ઘટના એક યુવાનની થયેલ હત્યાના ગુનામાં જેલમાં હતો જેથી તેનો ત્યાંથી કબ્જો લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી પોલીસે વધુ ત્રણ મોબાઈલ ફોન કબજે કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા છે…
મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ ઈનવોલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો અમરભાઈ અંબાભાઈ કુશવા (૨૩) નામનો યુવાન મોરબી ખોખરા હનુમાન પાસે રાત્રિના સમયે આંતરવામાં આવેલ હતો અને બે બાઈક ઉપર આવેલા અજાણ્યા ચાર શખ્સોએ તેના ગળા ઉપર છરી મૂકીને “તારી પાસે જે હોય તે આપી દે” તેવી ધમકી આપી હતી અને તે યુવાનનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા 2,500 રોકડા આમ કુલ મળીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરીને બાઈક ઉપર આવેલા આજાણ્યા ચાર શખ્સો નાસી છૂટ્યા હતા…
આ ગુનામાં પહેલા પોલીસે અસગર રમજાનભાઈ મોવર, સમીર સુભાનભાઈ મોવર અને હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી રહે બધા જ માળીયા તાલુકા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ ફોન તેમજ રોકડ કબજે કરી હતી અને આ ત્રણેય શખ્સોની પૂછપરછમાં બનાવ સમયે અવેશભાઇ સુભાનભાઈ મોવર નામનો શખ્સ તેની સાથે હોવાનું સામે આવ્યું હતું તે આરોપી અગાઉ આવી જ રીતે યુવાનને લૂંટવા માટે કરાયેલ હુમલાના બનાવમાં યુવાનની હત્યા થયેલ હોવાથી તેની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો જેથી આ આરોપીનો એલસીબીના અધિકારી જેલમાંથી કબ્જો લીધો હતો અને આરોપી અવેશભાઈ સુભાનભાઈ મોવર (19) રહે. માળીયા વાળાની ધરપકડ કરી હતી અને અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન કેટલીક ચોકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે…