ભરબપોરે અંદાજીત 50થી 60 હજાર જેટલી રકમ લૂંટાઈ
વાંકાનેરમાં ટ્રાફિકથી ધમધમતા દાણાપીઠ વિસ્તારમાં આજે ભરબપોરે દિન દહાડે ઉઘરાણી પતાવી આવી રહેલા વેપારી પેઢીના કર્મચારીના થેલામાં રહેલા પાકીટ છીનવી લૂંટારું લૂંટ કરી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેરના અમરસર ફાટક નજીક તેલ અને ખાંડના કરિયાણાના હોલસેલના વેપારીના સુભાષભાઈ નામના કર્મચારી આજે બજારમાં ઉઘરાણી પતાવી પરત જઈ રહ્યા હતા, ત્યારે એક્ટિવામાં પંચર પડતા દાણાપીઠ પાસે પંચર સંધાવવા માટે ઉભા રહેતા જ વિમલના કાપડના થેલામાં રહેલા ઉઘરાણીના અંદાજીત 50થી 60 હજાર જેટલી રકમ ભરેલ પાકીટ લઈ એક અજાણ્યો લૂંટારું નાસી ગયો હતો.
નોંધનીય છે કે, બનાવ સ્થળથી 200 મીટર જેટલા અંતરે જ પોલીસ ચોકી પણ આવેલ હોવા છતાં લૂંટારું કમ ગઠિયાએ આ ઘટનાને અંજામ આપતા વાંકાનેરમાં ચકચાર મચી જવા પામી છે.