પાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ આપી સુધારણા કરવા સૂચના અપાઈ હતી
વાંકાનેર: શહેરના પ્રતાપ ચોક પાસે આવેલી સંઘવી શેરીમાં ગઈ કાલે એક જૂના મકાનની ઉપરની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે. 

મળેલ માહિતી મુજબ, નગરપાલિકા દ્વારા આ મકાનના માલિકને અગાઉ નોટિસ આપી સુધારણા કરવા સૂચના અપાઈ હતી, છતાં યોગ્ય મરામતના પગલાં લેવામાં આવ્યા નહોતાં. હાલ ઘટનાને લઈને શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે જો

કોઈ જાનહાની થાત, તો તેની જવાબદારી કોણની ગણાત?, સ્થાનિક લોકો નગરપાલિકાની માત્ર નોટિસ આપી સંતોષ માનીને બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને શહેરના જૂના અને જોખમી મકાનોની તાત્કાલિક તપાસ કરીને કાર્યવાહી કરવાની માગ ઉઠી છે…