ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય
પ્રાથમિક યાદી મુજબ વાંકાનેર તા. પંચા.ની 24 બેઠક માટે કુલ 1,40,244 મતદારો
વાંકાનેર: હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એસટી અનામત તેમજ વાંકાનેર પંચાયતમાં પ્રમુખ માટે એસઇબીસી એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનામત અને ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરાયેલ છે.
મતદારોની સંખ્યા જોઈએ તો વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે કુલ 1,40,244 મતદારો નોધાયેલા છે ટંકારા તાલુકા પંચાયતમાં 59,018 મતદાર નોધાયા હતા જેમાં 30,134 પુરુષ મતદાર જયારે 28,884 સ્ત્રી મતદારો છે,
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હજુ મતદાર યાદીની પ્રાથમિક યાદી જ જાહેર કરવામાં આવી છે અને તેમાં વાંધા સૂચનો મગાવાયા છે જોકે ફાઈનલ યાદી જાહેર થશે ત્યારે આ આંકડા માં પણ ફેરફાર આવી શકે છે…

