કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રેલવેની સલામતીમાં RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)

1962માં ચીન સામેનાં યુધ્ધ દરમિયાન અને મુંબઇમાં 26 નવેમ્બરનાં રોજ હૂમલાનો મજબૂત સામનો કર્યો

તમે રેલવે મુસાફરી દરમિયાન ખાખી યુનિફોર્મમાં ગન સાથે કોચમાં અવરજવર કરતાં સલામતી કર્મચારીઓને જોયા હશે. તેઓ આરપીએફના કર્મચારીઓ હોય છે. આરપીએફ શું છે, તેની સ્થાપના ક્યારે થઈ અને તેની ફરજ શું છે તે અંગે જાણીએઃ

RPFની સ્થાપના ક્યારે થઈ?
ભારતમાં રેલવેની અસ્કયામતોનાં રક્ષણ માટે વર્ષ 1957માં એક ફોર્સની રચના કરવા રેલવે પ્રોટેક્શન ફોર્સ એક્ટ ઘડવામાં આવ્યો હતો. એ પહેલાં 18મી સદીમાં ભારતમાં જ્યારથી ટ્રેનની શરૂઆત થઈ, ત્યારથી રેલવે સિસ્ટમનાં રક્ષણ માટે અલગ અલગ સંસ્થાનાં ભાગ રૂપે સલામતીકર્મીઓ રેલવેની સુરક્ષા કરતા હતા. 18મી અને 19મી સદીનાં મધ્ય સુધી નાની નાની રેલવે કંપનીઓ રેલવેની અસ્કયામતોનું રક્ષણ કરતી હતી, જે ‘કંપની પોલિસ’ જેવાં વિવિધ નામ તરીકે ઓળખાતી હતી. તેમની ફરજને ‘વોચ એન્ડ વોર્ડ’ ડ્યુટી કહેવામાં આવતી હતી. આરપીએફ અંગે ભારતીય રેલવેના દસ્તાવેજો પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે મંત્રણા કર્યા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે રેલવેની સંપત્તિ સાથે સંકળાયેલા ગુનાઓ ડામવા અને તેની કાર્યવાહી કરવા તથા રાજ્ય પોલિસની બીજી હરોળ તરીકે કાર્ય કરવા પોલિસનાં મોડલ પ્રમાણે સુસંકલિત અને સુઆયોજિત ફોર્સની રચના કરવી જરૂરી છે.’


આરપીએફને રેલવે સ્ટોર્સ (ગેરકાયદેસર કબ્જો) એક્ટ, 1966 હેઠળ મર્યાદિત કાનૂની સત્તાઓ આપવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે તે આ એક્ટ હેઠળ વ્યક્તિની શોધ, ધરપકડ કરીને કાર્યવાહી પણ કરી શકે. રેલવેમાં કાયદો અને વ્યવસ્થા ‘રાજ્યનો વિષય’ હોવાથી અન્ય કોઇ કાયદા હેઠળ ધરપકડ કરવાની સત્તા રાજ્ય પોલિસ કે જીઆરપી (ગવર્મેન્ટ રેલવે પોલિસ) પાસે છે.

આરપીએફની ફરજો
આરપીએફ કર્મચારીઓને પેસેન્જર એરિયા, ટ્રેનમાં એસ્કોર્ટ ડ્યુટી, બંદોબસ્ત ડ્યુટી, એવિક્શન, લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં સ્પેશ્યલ ડ્રાઇવ, દિવ્યાંગ પ્રવાસીના કોચમાં તથા ટિકિટ ચેકિંગ ડ્યુટીમાં આસિસ્ટન્ટ્સ તરીકેની ફરજ સોંપવામાં આવે છે.

વિશેષ ફરજો
1962માં ચીન સામેનાં યુધ્ધ દરમિયાન ભારતે લશ્કરનાં જવાનોને રીઝર્વ રાખીને જવાનો અને ચીજવસ્તુઓને લઇ જવા રેલવેની મદદ કરી હતી અને આરપીએફમાંથી સ્પેશ્યલ ઇમરજન્સી ફોર્સ બનાવી હતી, જેને પાછળથી રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) નામ આપવામાં આવ્યું હતું. તેમને સઘન તાલીમ આપવામાં આવી હતી અને શોર્ટ નોટિસમાં હાજર થવાની સૂચના આપવામાં આવતી હતી. આજે, જમ્મુ કાશ્મીર, ઉત્તરપૂર્વનાં રાજ્યો, ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત તથા અશાંત વિસ્તારોમાં રેલવેની સલામતી માટે RPSFનાં જવાનોને તૈનાત કરવામાં આવે છે. RPFમાં CORAS નામની નાની કમાન્ડો ફોર્સ પણ છે.

જવાનોની નિયુક્તિ કઈ રીતે થાય છે

આરપીએફમાં લગભગ 61,000 જવાનો છે, જ્યારે મંજૂર મહેકમ 74,830 કર્મચારીઓનું છે. ફોર્સનાં 10 ટકા કર્મચારીઓ મહિલા છે, જે અર્ધલશ્કરી દળોમાં સૌથી વધુ છે. અધિકારીઓની નિયુક્તિ રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસિસ (ગ્રૂપ એ સર્વિસ)માંથી થાય છે. ઉમેદવારોએ યુપીએસસી સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરવાની હોય છે. આરપીએફના વડા ડાયરેક્ટર જનરલ હોય છે, જે સામાન્ય રીતે આઇપીએસ ઓફિસર હોય છે, જેઓ ભારત સરકારમાં સેક્રેટરીની રેન્ક ધરાવે છે.

મુંબઇમાં 26 નવેમ્બરનાં રોજ હૂમલાનો મજબૂત સામનો કર્યો
26 નવેમ્બર, 2008નાં રોજ મુંબઇનાં છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે તૈનાત એક આરપીએફ જવાને અજમલ કસાબ સહિતનાં ત્રાસવાદીઓ સામે મજબૂત લડાઈ લડી હતી. તેમની પાસે વિન્ટેજ 303 રાઇફલો હતી, જ્યારે ત્રાસવાદીઓ પાસે અત્યાધુનિક ઓટોમેટિક એકે-47 રાઇફલો હતી. આ જવાનને બાદમાં રાષ્ટ્રપતિના પોલિસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી સરકારે રેલવે પ્રોટેક્શન ફોર્સના શસ્ત્રાગારને આધુનિક બનાવવાનો નિર્ણય લીધો હતો.


આરપીએફ જવાન કેટલાંક શસ્ત્રો અને કયા પ્રકારનાં શસ્રો રાખી શકે તે માટે આરપીએફનાં ડાયરેક્ટર જનરલ સમયાંતરે સ્ટેન્ડિંગ ઓર્ડર જારી કરતા હોય છે. કુલ મંજૂર મહેકમની ટકાવારી પ્રમાણે શસ્ત્રો રાખવાનો આદેશ આપવામાં આવે છે. એક ઝોન માટે તે 50 ટકા હોઈ શકે અને બીજા ઝોન માટે 65 ટકા પણ હોઇ શકે. RPSF માટે સામાન્ય રીતે 100 ટકા હોય છે. આરપીએફ પાસે પિસ્તોલ, રિવોલ્વર, કાર્બાઇન (9mm), INSAS અને એકે-47 જેવી રાઇફલ, લાઇટ મશીન ગન અને .303 હોય છે.
આરપીએફ જવાનની ફિટનેસઆરપીએફનાં દરેક જવાને 45 વર્ષની ઉંમર સુધી દર પાંચ વર્ષે અને પછી દર ત્રણ વર્ષે મેડિકલ તપાસ કરાવવી પડે છે. આરપીએફનાં પોતાનાં તાલીમ કેન્દ્રો પણ છે, જ્યાં દર વર્ષે મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. કર્મચારીએ ફાયરિંગનાં ટેસ્ટ પણ પાસ કરવા પડે છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!