8 પ્રકારના વિવિધ ઓપરેશન હાથ ધરી સુરક્ષા-સલામતી પુરી પાડી
રાજકોટ: યાત્રીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ: આરપીએફ રાજકોટ ડિવીઝનની સરાહનીય ઉપલબ્ધિઓ પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝન નું રેલવે સુરક્ષા બળ (આરપીએફ) કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે રેલવે પરિસર, રેલ યાત્રીઓ અને માળખાકીય સુવિધાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર પ્રદર્શન કરી રહ્યું છે.
જુલાઈ મહિના (01.07.2025 થી 14.07.2025 સુધી) માં “સેવા જ સંકલ્પ” હેઠળ, આઈજી-કમ-પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વમાં, આરપીએફ રાજકોટ મંડળે વિવિધ અભિયાનો દ્વારા યાત્રીઓને વિવિધ રીતે સેવાઓ પૂરી પાડી છે.
ઓપરેશન અમાનત: રેલવે સુરક્ષા બળે “ઓપરેશન અમાનત” હેઠળ રેલવે સ્ટેશનો/મુસાફરી ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલા કુલ 24 યાત્રીઓના લગભગ રૂ।,19,873/- રૂપિયાની કિંમતના યાત્રી સામાનને સહીસલામત યાત્રીઓને સુપરત કર્યો.
ઓપરેશન સતર્ક: આરપીએફએ “ઓપરેશન સતર્ક” હેઠળ ગેરકાયદેસર દારૂની તસ્કરીના કેસમાં એક વ્યક્તિને પકડ્યો. રેલવે પોલીસને સોંપવામાં આવ્યો. જ્યાં આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
ઓપરેશન નન્હે ફરિશ્તે: “ઓપરેશન નન્હે ફરિશ્તે” હેઠળ આરપીએફએ ઘરથી ભાગી ગયેલા બાળકને તેના પરિવારજનો સાથે મેળવ્યો. આ અભિયાનમાં, ઘરથી ભાગીને જઈ રહેલા એક 13 વર્ષીય બાળકને તેના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો.
ઓપરેશન ડિગ્નિટી: આરપીએફએ “ઓપરેશન ડિગ્નિટી” હેઠળ બે વર્ષથી લાપતા મહિલાને તેના પરિવારજનો સાથે મેળવી. બે વર્ષ પહેલા ઘરથી ભાગી ગયેલી એક મહિલા, જેની માનસિક સ્થિતિ સારી ન હતી, તેને તેના પરિવારજનોને સુપરત કરવામાં આવી.
ઓપરેશન ઉપલબ્ધ:પશ્ર્ચિમ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાંથી રેલવે ટિકિટોની કાળાબજારી કરનાર એક વ્યક્તિને પકડીને, આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
ઓપરેશન રેલ સુરક્ષા: રાજકોટ ક્ષેત્રાધિકારમાં રેલવે સંપત્તિની ચોરીના 01 કેસમાં 03 આરોપીઓને પકડીને, તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
ઓપરેશન સમય પાલન: રેલવે સુરક્ષા બળે રેલવે ગાડીઓની અવરજવરને પ્રભાવિત કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. પશ્ચિમ રેલવે રાજકોટ ક્ષેત્રાધિકારમાં “ઓપરેશન સમય પાલન” હેઠળ મુસાફરી ગાડીઓમાં ચેન પુલિંગ કરીને અવરજવરને પ્રભાવિત કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા કુલ 15 કેસોમાં 14 આરોપીઓને પકડવામાં આવ્યા, જેમના વિરુદ્ધ રેલ અધિનિયમ હેઠળ આવશ્યક કાયદાકીય કાર્યવાહી અમલમાં મુકવામાં આવી.
ઓપરેશન જનજાગરણ: ગામના સરપંચો/પ્રધાનો સાથે બેઠક કરીને જન જાગૃતિ કાર્યક્રમો (રેલવે લાઇન પાર ન કરવા, ગાડીઓ પર પથ્થરબાજી ન કરવા, નશાખોરી, મહિલા સુરક્ષા, માનવ તસ્કરી વગેરે) આયોજિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજકોટ સ્ટેશન પર આરડીએન (રેલવે ડિસ્પ્લે નેટવર્ક) પર યાત્રી જાગૃતિ વીડિયો પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે….