બાબરીયા પરિવારનો યુવાન
રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માતના વળતરના જુદા જુદા 51 કેસોમાં રૂા.5.10 કરોડ જંગી વળતર મંજુર કરવામાં આવ્યું હતું.



રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં મેગા લોક-અદાલત યોજાઈ હતી. જેમાં વાહન અકસ્માતથી ઉદભવેલ ઘણા બધા કલેઇમ કેસો મુકવામાં આવ્યા હતા. જે લોક અદાલતમાં અકસ્માત ક્લેઇમ કેસના જુદા-જુદા 51 અકસ્માત વળતર કેસોમાં જુદી જુદી વિમા કંપની પાસેથી રૂા.5.10 કરોડનું જેટલુ જંગી વળતર મંજુર કરાવ્યું હતું, જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાનાં ટોળ ગામનાં વિજયભાઈ ગંગારામભાઈ બાબરીયાનાં કલેઈમ કેસમાં રૂા.13.50 લાખનું વળતર મંજુર કરવવામાં આવ્યું હતું…
