સોપારી-તમાકુના વેપારીએ રૂપિયા ગુમાવ્યા
લક્ષ્મીપરા રોડ પર થુંકવાના બહાને કળા થઇ ગઈ
‘શેઠ ! થોડા ઊંચા થાવને- મારો શર્ટ તમારી નીચે આવી ગયેલ છે’
વાંકાનેર: અહીં દાણાપીઠ લક્ષ્મીપરા પાસેથી રોડ ઉપર ઓળખીતા હોવાનો ડોળ રચી રિક્ષામાં બેસાડી કોઈ ઈસમે થુંકવાના બહાને રિક્ષામાં બેઠેલ મુળ રહે-બ્રાહ્મણ શેરી પ્રતાપચોક વાંકાનેરના સોપારી-તમાકુના વેપારીની નજર ચુકવી પેન્ટના ખીસ્સામાં રાખેલ રોકડા રૂપિયા ૪૨,૦૦૦/- ની ચોરી કરી લઇ જવાનો ગુન્હો નોંધાયો છે રાજકોટમાં અગાઉથી ગોઠવણી મુજબ મુસાફરના સ્વાંગમાં પોતાના જ માણસો બેસાડી અવારનવાર મુસાફરો લુંટાતા હોવાના બનાવો બની રહ્યા છે, ત્યારે વાંકાનેરનો આ બનાવ ચોંકાવનારો છે….
જાણવા મળ્યા મુજબ મુળ રહે-બ્રાહ્મણ શેરી પ્રતાપચોક વાંકાનેર હાલ રહે. ૧૦૧, સનસીટી એકવીન રૈયાધાર આલાપ ગ્રીન સીટી પાછળ જલારામ ચોક રાજકોટ રહેતા અને હોલસેલમાં સોપારી તમાકુનો વેપાર કરતા જીતેન્દ્ર ભગવાનજીભાઈ જોબનપુત્રાએ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૦૩/૦૧/૨૦૨૫ ના રોજ લક્ષ્મીપરામાં મોર્ડન સ્ટોરના માલીક નીજામભાઈ પાસેથી સોપારી, તમાકુના રૂપીયા લઈ હું જીનપરામાં રહેતા મારા સાઢુભાઈ ચેતનભાઈ ભીંડોરાના ઘરે ગયેલ બપોરના જમ્યા પછી મારી પાસે રૂપીયા-૪૨,૦૦૦/- હોઇ બેંકમાં જમા કરાવવા જતો હતો ત્યારે 
એક રીક્ષા ચાલક મારી પાસે આવેલ અને મને જણાવેલ કે ‘આવો શેઠ ! તમારે જ્યાં જવું હોઇ ત્યાં છોડી દવ- હું તમને ઓળખુ છું, તમે નાળીયર વાળાની દુકાને અવાર-નવાર આવો છો ને ?’ પરંતુ મેં આ રીક્ષાચાલકને ના પાડેલ કે ‘હું તને ઓળખતો નથી પરંતુ આ રીક્ષાવાળાએ મને જણાવેલ કે ‘શેઠ ! હું ઓળખુ છું, તમારે જ્યાં જવું હોઇ ત્યાં ઉતારી દઈશ’ જેથી હું રીક્ષાની પાછળની સીટ ઉપર બેસી ગયેલ જ્યાં અગાઉથી જ 
બે છોકરાઓ બેસેલ હતા, તેમજ રીક્ષા ચાલકની બાજુમાં એક છોકરો બેસેલ હતો રીક્ષા ચાલુ થતા વચ્ચે બેસેલ છોકરાએ મને કહેલ કે ‘શેઠ ! થોડા ઊંચા થાવને- મારો શર્ટ તમારી નીચે આવી ગયેલ છે’, જેથી હું ઊંચે થતા આ છોકરાએ થુંકવા માટે મોઢું બહાર કાઢેલ, અને આશરે પાંચેક મીનીટમાં મને આ રીક્ષા ચાલકે મોર્ડન સ્ટોર પાસે ઉતારી દીધેલ, ભાડા બાબતે પૂછતાં આ રીક્ષાચાલકે ‘કંઈ લેવું નથી’ તેમ કહી તેની રીક્ષા ભગાવી દીધેલ, જેથી મને શંકા જતા મેં મારા પેન્ટના ખિસ્સામાં મુકેલ ૪૨,૦૦૦/- રૂપીયા જોતા જોવામાં આવેલ નહી, જે જગ્યાએ
ઉતરેલ ત્યાં આજુબાજુ તપાસ કરેલ પરંતુ મારા રૂપીયા મળી આવેલ નહી, જેથી આ રીક્ષાચાલક કે તેમની રીક્ષામાં અંદર બેસેલ અજાણ્યો ઇસમ રીક્ષામાંથી થુંકવાના બહાને મોઢું બહાર કાઢી મારી નજર ચુકવી મારી પાસેના રોકડા રૂપીયા ૪૨,૦૦૦/ચોરી કરી લઈ ગયેલ છે, તો ધોરણસર થવા મારી ફરીયાદ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
