વાંકાનેર: રાજકોટના ગરમાયેલા રાજકારણ વચ્ચે રૂપાલાને દિલ્હી અથવા ગાંધીનગર બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે. ત્રણ અને ચાર તારીખ રાજકોટ બેઠક મહત્વની મનાય છે.
15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર તાળા લાગ્યા છે. જો કે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે તાળા મારેલ ગેટને પાછળનો દરવાજો ગણાવ્યો છે.
કરણીસેના અને ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે વિરોધ યથાવત રહ્યો છે. વિરોધની આગ રાજ્ય સ્તરે પ્રસરી છે, રાષ્ટ્ર સ્તરે આ આગ ન ફેલાય તેની મોવડી મંડળને બીક છે, કારણ કે રાજસ્થાન અને દિલ્હીમાં કરણીસેનાનું સારું એવું વર્ચસ્વ છે, ત્યારે ત્રણ અને ચાર તારીખ રાજકોટ બેઠક મહત્વની બની છે.
રૂપાલા બદલાય છે કે કેમ અને જો બદલાય છે તો નવા કોણ આવે છે, મોહન કુંડારિયાને રિપીટ કરાય છે કે કેમ? તે જોવું રહ્યું…