વિશાળ સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા
વાંકાનેર: તાલુકામાં એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર મુકામે યોજાયેલ વાલી મિટિંગ યોજાઈ હતી, જેમાં વાલીઓ સાથે સહકાર અને વિશ્વાસનો સુંદર સંવાદ થયો હતો, પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં હાજરી રહી હતી. શિક્ષકો દ્વારા વિધાર્થીઓના શિક્ષણ કાર્યને વધુ કઈ રીતે મજબૂત બનાવી શકાય તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને



અંતમાં વાલી મિટિંગમાં માતા પિતાની વિશાળ હાજરી અને સકારાત્મક પ્રતિસાદ અને સૂચનો મળતા વધુ સારૂ કામ કરવા માટે પ્રેરણા મળી હતી, એટલું જ નહીં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં જ વાલી મિટિંગમાં વાલી હાજર રહે છે તે ધારણાને અર્ધસરકારી શાળાના જાગૃત વાલીઓએ ખોટી પાડી હતી….



