ભાજપ શાષીત વાંકાનેર તાલુકા પંચાયતની સામાજીક ન્યાય સમિતી ચેરમેન પદે કોંગ્રેસ પક્ષના પાયલબેન ભરતભાઈ બેડવા બિનહરીફ ચૂંટાયા
વાંકાનેર તાલુકા પંચાયત ભાજપનાં અઢી વર્ષની પ્રથમ ટર્મનાં શાષન બાદ બીજા અઢી વર્ષના શાષનમાં સામાજીક ન્યાય સિમિતીની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના પાયલબેન ભરતભાઈ બેડવા બિનહરીફ ચૂંટાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ અઢી વર્ષનાં શાસન દરમીયાન સામાજીક ન્યાય સમિતી પ્રમુખનું પદ ખાલી હોય, જ્યારે બીજા અઢી વર્ષના શાષનની શરૂઆતમાં જ પૂર્વ ધારાસભ્ય જાવિદ પીરઝાદાની રાજકીય કુન્હનું આ પરિણામ છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કબ્જો કર્યા બાદ ભાજપ શાષિત તાલુકા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પદે કોગેસ પક્ષના પાયલબેન ભરતભાઈ બેડવા બિનહરીફ ચૂંટાતા દલિત સમાજ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા જાળી છે.
વિશેષમાં આ ચુંટણી દરમીયાન વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુનુસભાઇ શેરસીયા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ગુલામભાઇ પરાસરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, યુવા કોંગ્રેસ અગ્રણી આબીદ ગઢવાળા, ફારૂકભાઈ કડીવાર, તા. પાંચ. સભ્ય ઉસ્માનભાઈ માથકીયા, ગનીભાઇ પટેલ તથા કોંગ્રસના આગેવાનો- મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટાયેલા નવા પ્રમુખ પાયલબેન ભલગામના છે અને 10 પાસ સુધી અભ્યાસ કર્યો છે. એમનું પિયર કેશોદ (જૂનાગઢ) છે અને ઘરકામ કરે છે….
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો