આજે સવારે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા
વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના સાંસદ પદે રહી ચુકયા છે. રાજકોટ નાગરીક બેંકના પૂર્વ એમ.ડી. તરીકે સેવા આપી ચુકયા છે. વીવીપી એન્જિનીયરીંગ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત હતા. તેમજ વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ આંખની હોસ્પિટલ તેમજ ગૌશાળા સંચાલન કરતા હતા. તેઓનું શિક્ષણ ક્ષેત્રે ઘણું યોગદાન રહ્યું છે.



લલીતભાઈ મહેતાની તા.૯ ને રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન
“શ્રાવસ્તી” , દિવાનપરા, જૈન ભોજન શાળાની બાજુમાંથી અંતિમયાત્રા નીકળશે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
