મોટિવેશનલ પ્રવચન સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઈ શેરસિયાએ આપ્યું
વાંકાનેર: ગત તારીખ 5 ડિસેમ્બર 25 ના રોજ સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, પીપળીયારાજ (તા: વાંકાનેર) ના પ્લાન્ટની શૈક્ષણિક મુલાકાત માટે સહયોગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પધાર્યા હતાં શિક્ષણના ભાગ રૂપે આવેલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણને સ્વરાજ ડેરીમાં આવકારી અને ખૂબ જ નિરાંતે માહિતીસભર પ્લાન્ટની મુલાકાત કરાવી હતી, 






દરેક યુનિટની જે-તે વિભાગના હેડ દ્વારા માહિતી આપી હતી અને આખો પ્લાન્ટ જોયા બાદ એક સરસ મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં કુલ 120 વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ હાજર રહ્યા હતાં. મિટિંગમાં કંપની પ્રોફાઈલ અને મોટિવેશનલ પ્રવચન સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઈ શેરસિયાએ આપ્યું હતું. મિટિંગના અંતે વિદ્યાર્થીઓને નાસ્તો કરાવીને વિદાય આપી હતી..સામાજિક અને વિદ્યાર્થી વિકાસની બાબતમાં સ્વરાજ ડેરી હંમેશા અગ્રેસર રહે છે એ સ્વરાજ ડેરી માટે ગૌરવની બાબત છે…


