કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાણેકપર/ વઘાસીયામાંથી નકલી યુરીયાનું વેચાણ પકડાયું

સમઢીયાળાના એક અને પરપ્રાંતીય બે શખ્સો સામે નકલી યુરિયા ઓઇલના વેચાણ સબબ કાર્યવાહી

વાંકાનેર: તાલુકાના રાણેકપર અને વધાસીયા ગામની સીમમાંથી ડુપ્લીકેટ TATA DEF (યુરીયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરોના ઉપયોગ કરીને ડુપ્લીકેટ (નકલી) ઓઇલનો (યુરીયાનો) વેચાણ કરતા જેમાં કુલ્લે કિંમત રૂ. ૨૭૦૦૦/- નો મુદામાલ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે. આરોપીઓમાં (1) દીપકકુમાર રામબહાદુર કશ્યપ (ઉ 26) (2) આરામ મુલારામ જાટ (ઉ.21) અને (3) રાજુભાઇ ભીમાભાઇ ઓળકીયા (ઉ.27) ગામ. સમઢીયાળા, તા. વાંકાનેરની ધરપકડ કરેલ છે…

જાણવા મળ્યા મુજબ વેસ્ટ થાણે મહારાષ્ટ્રમાં રહેતા અને ઈ. આઈ.પી.આર. (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં તપાસણી અધિકારી તરીકે નોકરી કરતા પરશુરામ સુખદેવ કારંડે (ઉ.વ.૪૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે TATA DEF (યુરીયા) કંપનીએ કોપીરાઇટ કરેલ હોઈ પોલીસ મદદ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવાની અમારે કામગીરી કરવાની હોય છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી રજુઆત કરી જાણ કરેલ કે, રાણેકપરમાં રામદેવ એન્ટરપ્રાઇઝમાં તથા જુની માલધારી હોટલના કંપાઉન્ડમાં બી.એમ.ઓટો મોબાઇલમાં તથા કયુટોન સીરામીકની બાજુમાં નેશનલ મોટર્સ –ચોટીલામાં TATA DEF (યુરીયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરોના ઉપયોગ કરીને ઓઇલનો (યુરીયાનો) વેચાણ કરે છે, તેવી હકીકત જણાવી તથા પાવર ઓફ એટર્ની તથા TATA DEF (યુરીયા) ની ઓરીજનલ માર્કાવાળી ડૉલ રજુ કરી ઉપરોક્ત હકીકત વાળી હોટલના કંપાઉન્ડમાં રેઈડ કરવા રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં આવેલ રામદેવ એન્ટરપ્રાઇઝ યુરીયા પાસે દીપકકુમાર રામબહાદુર કશ્યપ /ખહાર (ઉ.વ.૨૬) રહે. બીજલીપુર પોસ્ટ. કટરા શંકર તા.જી.બલરામપુ૨ (યુ.પી) હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશનની બાજુમાં જેને સાથે રાખી સદર જગ્યાએ ચેક કરતા TATA કંપનીના માર્કા વાળી ૨૦ લીટરની ક્ષમતા વાળી ૧૦ ડોલ મળી આવેલ. જે દસે- દસ ડોલ ભરેલ હોય જે ડોલોની અમારી ઓરીજનલ ડોલ સાથે સરખામણી કરતા ડોલ ઉપર TATA કંપનીનો અધિકૃત બારકોડ જણાય આવેલ નથી જે ડોલો ડુપ્લીકેટ છે.


ત્યારબાદ રાણેકપર ગામના બસસ્ટેશનથી થોડે આગળ આવેલ જુની માલધારી (ગોપાલ) હોટલના કંપાઉન્ડમાં બી.એમ. ઓટો મોબાઇલ DEF યુરીયા પાસે ફુઆરામ મુલારામ જાટ (ઉ.વ.૨૧) રહે.પનાલી ધતરવાલો કી ઢાણી નિમ્બલકોટ આડેલ તા. ગુડામલાણી જી.બાડમેર (રાજસ્થાન) હાલ રહે. રાણેકપર ગોપાલ હોટલમાં સદર જગ્યાએ ચેક કરતા TATA કંપનીના માર્કા વાળી ૨૦ લીટરની ક્ષમતા વાળી ચાર ડોલ મળી આવેલ હોય જે ડોલ ડુપ્લીકેટ છે.


ત્યારબાદ વધાસીયા ગામની સીમમાં આવેલ કયુટોન સીરામીકની બાજુમાં આવેલ નેશનલ મોટર્સ –ચોટીલા પાસે રાજુભાઇ ભીમાભાઇ ઓળકીયા (ઉ.વ.૨૭) રહે. સમઢીયાળા તા.વાંકાનેર સદર જગ્યાએ ચેક કરતા TATA કંપનીના માર્કા વાળી ૧૦૦૦/- લીટરની ક્ષમતા વાળી બે ટાંકી જોવામાં આવેલ છે. બીજી ટાંકીમાં આશરે ૨૦૦ લીટર DEF યુરીયા ભરેલ છે જેમાં કંપનીનું શીલ લાગેલ હોવુ જોઇએ જે ન હતું ભરેલ ટાંકી તથા તેમાં રહેલ DEF યુરીયા લીટર ૨૦૦ તથા નોઝલ કબ્જે કરેલ છે…


તો આ પકડાયેલ ત્રણેય ઇસમો TATA DEF (યુરીયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરોના ઉપયોગ કરીને ઓઇલનો (યુરીયાનો) વેચાણ કરતા હોય ફરીયાદ છે. પોલીસ ખાતાએ કોપીરાઇટ એક્ટ કલમ-૫૧,૬૩ તથા ટ્રેડમાર્ક એક્ટ કલમ-૧૦૩, ૧૦૪ મુજબ ગુન્હો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!