કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પોલીસને સલામ: રેસ્ક્યુ કરી આશ્રયસ્થાન ખસેડયા

ખડીપરા વિસ્તારમાં વૃધ્ધાને ખભે ઉચકી જયારે મહિલાકર્મીઓ અશક્તોનો ટેકો અને બાળકોનું બળ બન્યા

‘બિપરજોય’ વાવાઝોડાને પ્રતાપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. જ્યાં વાંકાનેર સિટી પોલીસના જાબાજ મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ધરવામાં આવી છે. ત્યારે મહિલા પોલીસ દ્વારા ખડીપરા વિસ્તારમાં નાના બાળકથી લઇને વૃદ્ધાને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હાલ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઘણાં એવા વૃદ્ધો પણ છે. જે ચાલવામાં અસમર્થ છે તો નવજાત શિશુ તો શું કહેવું? જેમણે દુનિયામાં આવતાની સાથે ‘બિપરજોય’ વાવાઝોડાનું સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાંકાનેર સિટી પોલીસના મહિલાકર્મીઓ અશક્તોનો ટેકો અને બાળકોનું બળ બન્યા છે.

જ્યાં નવાપરામાં વાંકાનેર સિટી પોલીસની ટીમ સ્થળાંતરની કામગીરી હાથધરી છે. ત્યારે ખડીપરા વિસ્તારમાં એક વૃદ્ધા ચાલવામાં અસમર્થ હતા. આવા સમયે પળવારનો પણ વિલંબ કર્યા વગર બે મહિલા પોલીસકર્મીઓએ તેમને ઊંચકીને વૃદ્ધાનો ટેકો બની

તેમને સિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના શેલ્ટર હોમમાં રેસક્યું કર્યા હતા. તો બીજી તરફ એક સગર્ભા અને તેનું ૧૦ દિવસનું કુમળું બાળક ફસાયુ હોવાની જાણ તથા તુરંત વાંકાનેર સિટી પોલીસની ટીમ ત્યાં પહોચી હતી અને બાળકને હવામાનની અસર ન થાય તે પ્રકારે

ઢાંકીને સુરક્ષિત રીતે તેની માતા અને અન્ય પરિજનો સાથે રેસક્યું કરીને સિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના શેલ્ટર હોમમાં રેસક્યું કરવામાં આવ્યા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!