વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા ગ્રામ્યજનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા.
અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા શ્રી રાહાભાઈ અમરશીભાઈ અને શ્રી અરવિંદભાઈ ધરજીયા બંને જ્યારે દર્શન કરીને પાછા દેરાળા ગામે પધાર્યા ત્યારે તેમના સામૈયા કરવામાં આવ્યા હતું. રાહાભાઈના દીકરાની દીકરી કાજલબેન, નવધણભાઈની દીકરી અને અરવીંદભાઈની પૌત્રીઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા.
આખા ગામના લોકો ખૂબ જ ખુશ હતા કે અમારા ગામના વડીલો અયોધ્યા દર્શન કરીને પાછા ફર્યા છે