કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીઠાઈ-ફરસાણના દિવાળી નિમિતે સેમ્પલ લીધા

દારૂ અંગેના ગુન્હામાં પોલીસ કાર્યવાહી

વાંકાનેર: દિવાળીના પર્વને ધ્યાને લઈને કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર સુચના અન્વયે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેને પગલે મોરબી જીલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દિવાળી તહેવારને પગલે મોરબી જીલ્લામાં ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી વાંકાનેર તાલુકામાં ગઈ કાલે કુલ ૬ પેઢીમાં ફૂડ વિભાગ ટીમે તપાસ ચલાવી હતી અને સેમ્પલ લેવાની કામગીરી કરી હતી

જેમાં શહેરમાં વિવિધ સ્થળેથી ગુલાબ જાંબુ, ટોપરાપાક, કેસર પેંડા, રસગુલ્લા, માવાની કેક, ચોકલેટ બરફી, કાજુ કતરી, કેસર બાસુંદી, અંજીર બરફી, ચોકો કોકોનેટ પીઝા, થાબડી, પેંડા સહિતની મીઠાઈના ૧૮ નમુના લેવામાં આવ્યા હતા તેમજ ફરસાણના ૨૦ નમુના લેવામાં આવ્યા છે ફરસાણમાં ચવાણું, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સક્કરપારા, પાપડી ગાંઠીયા, ભાવનગરી ગાંઠીયા, નાયલોન સેવ, સિંગ, ભુજીયા, ભાખરવડી, મઠીયાના નમુના લેવામાં આવ્યા હતા

તેમજ મીઠાઈ ફરસાણ બનાવવા માટે વપરાતા રો મટીરીયલ્સ જેવા કે બેસન, ઘી, તેલ, માવો વગેરેના નમુના લેવામાં આવ્યા હતા ફરસાણના વેપારીઓ દ્વારા વારંવાર વાપરતા તેલના ટીપીસી કામગીરી કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા અને ચોખ્ખાઈ રાખી હાઈજેનીક કંડીશનનું સંપૂર્ણ પાલન કરવાની સુચના આપવામાં આવી હતી

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

પોલીસખાતાએ પીધેલ પકડયા
(1) નવા રાજાવડલાના ધીરુ ગોવિંદભાઇ સેટાણીયા જાતે કોળી (2) કુંભારપરાના ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ઉપેન્દ્ર રતિલાલ સીતાપરા અને (3) હસનપર બીપીએલ વિસ્તારના દેવજી ભીખાભાઇ રાઠોડને પોલીસ ખાતાએ પીધેલ પકડી ધોરણસરની કાર્યવાહી કરી છે
પોલીસખાતાએ દેશી દારૂ સાથે પકડયા
(1) નવાપરા ખાડી વિસ્તારમાંથી રાજુ અરજણભાઈ ડાભીને 4 કોથળી સાથે અને (2) નવા ઢુવાના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રહેતા રિમુબેન જકશીભાઈ વાઘેલાને દશ લીટર સાથે પોલીસ ખાતાએ પીધેલ પકડી ધોરણસરની કાર્યવાહી કરી છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!