મોરબી નજીક કુબેર ટોકીઝ પાસે એક બાદ એક પાંચથી છ વાહનો અથડાયા હતા
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર છાશવારે અકસ્માત સર્જાતા રહે છે, જેમાં કાલે મોરબી નજીક કુબેર ટોકીઝ પાસે એક બાદ એક પાંચથી છ વાહનો અથડાયા હતા; જે અકસ્માતમાં એક બાઈક સવાર યુવાનને ઈજા પહોંચી હતી.




બનાવની મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઈવે પર કુબેર ટોકીઝ પાસે કાલે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાદ એક પાંચથી છ વાહનો અથડાયા હતા; જેમાં બાઈક, કાર અને ટ્રક સહિતના પાંચથી છ વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. એક બાઈક સવાર યુવાન મુકેશભાઈ રૈયાભાઈ (ઉ.વ.૩૦) રહે. સમથેરવા તા. વાંકાનેર વાળાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હાઈવે પર પાંચથી છ વાહનો અથડાતા સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેથી પોલીસ ટીમ તુરંત દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.