કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કલા મહાકુંભ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયનો ઉત્કૃષ્ટ દેખાવ

વિજેતા સ્પર્ધકો હવે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

વાંકાનેર: યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા આયોજીત તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા અત્રેની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં 60 ભાઈઓ અને 303 બહેનોએ રાસ, ગરબા, લોકનૃત્ય તેમજ ગાયન વાદન સ્પર્ધા આ ઉપરાંત નિબંધ, ચિત્ર, વકતૃત્વમાં મોટી સંખ્યા, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં 6થી14 વર્ષ 15-20 વર્ષ અને 21-59 એવા અલગ અલગ વય જૂથમાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા. આ કાર્યક્રમને ઉર્જાસભર બનાવ્યો હતો.કાર્યક્રમના ઉદઘાટનમાં ટ્રસ્ટી અમરશીભાઈએ કલા ક્ષેત્રે વાંકાનેરના વિદ્યાર્થી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને નિહાળવા માટે બીઆરસી બાદી, સીઆરસી ઈકબાલ શેરસીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એલ.કે.સંઘવીના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મહેતા, વિનુભાઈ રૂપારેલીયા દ્વારા પણ કાર્યક્રમની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસના માર્ગદર્શનથી નાકિયાભાઈ, દર્શનાબેન જાની અને પટોડીભાઈની મહેનતથી તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત બધા જ નિર્ણાયકોની ટીમના સહયોગ દ્વારા સુચારુ રીતે સંપન્ન થયું હતું. પ્રત્યેક સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ ટીમ અને પ્રતિભાગી હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ભાગ લેવા માટે આગળ જશે.આ કલા મહાકુંભ સ્પર્ધામાં એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની બહેનોનું ખૂબજ ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યુ હતું. 5 થી20 વય જૂથમાં રાસમાં અને લોકનૃત્યમાં પ્રથમ તેમજ એક પાત્રીય અભિનય અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર આવેલ છે. ગરબામાં અને સમૂહ ગીતમાં બીજો આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા લોકગીત ભજનમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!